તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • પાટણમાં ત્રણ જગ્યાએ કેબલ કપાઇ જતાં અસંખ્ય ટેલિફોન અને નેટ ઠપ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાટણમાં ત્રણ જગ્યાએ કેબલ કપાઇ જતાં અસંખ્ય ટેલિફોન અને નેટ ઠપ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સિટી પોઇન્ટ, નવનીત ચેમ્બર અને એસબીઆઇ શાખા આગળ રસ્તામાં જેસીબીથી ખોદકામ દરમિયાન બીએસએનએલના કેબલ કપાયા
ભાસ્કર ન્યૂઝ. પાટણ
પાટણ શહેરમાં ખોદકામ દરમિયાન અવારનવાર બીએસએનએલના કેબલ કપાતા ટેલિફોન, બ્રોડબેન્ડ સર્વિ‌સને માઠી અસર થતી હોય છે. જેમાં બુધવારે ગૌરવપથના ભગત કોમ્પલેક્ષથી રેલવે સ્ટેશન સુધીના વિસ્તારમાં રસ્તાના કામ દરમિયાન ત્રણ જગ્યાએ કેબલમાં ભંગાણ સર્જા‍તાં ઘણા ટેલિફોન મુંગામંતર થયા હતા અને એસબીઆઇ શાખાનું કામકાજ ઠપ થઇ ગયું હતું.
શહેરના રેલવે સ્ટેશનથી ત્રણ દરવાજા સુધીના મુખ્ય માર્ગને રીશરફેસીંગ કરતાં પહેલા પાલિકા તંત્રદ્વારા નિયુક્ત એજન્સી દ્વારા ગૌરવપથ આસપાસના કોમ્પલેક્ષોથી મુખ્ય માર્ગને સ્પર્શતા અંતરની ગેપમાં ડામરથી રીસરફેસીંગ કરવામાં આવી રહ્યું છે. જેમાં સીટી પોઇન્ટ કોમ્પલેક્ષ, નવનીત ચેમ્બર અને રેલવે નજીક એસબીઆઇ શાખા આગળ અંડરગ્રાઉન્ડ પસાર થતી બીએસએનએલ કેબલ લાઇનમાં જેસીબી ફરી વળતાં ભંગાણ સર્જા‍યું હતું. કેબલ તૂટી જતાં ઇન્ટરનેટ કનેક્ટીવીટી ખોરવાતાં એસબીઆઇ શાખાની કામગીરી ઠપ બંધ થઇ ગઇ હતી અને બહાર આજે ટેકનિકલ ખામીના કારણે કામકાજ બંધ રહેશે તેવું ગ્રાહક જોગ બો‌ર્ડ‌ ચીપકાવી દેવાયું હતું. જ્યારે આ વિસ્તારમાં અંદાજે ૮૦થી ૧૦૦ જેટલા ટેલિફોન ઠપ થઇ ગયા હતા. જોકે, સીટી પોઇન્ટ આગળ બીએસએનએલ તંત્ર દ્વારા કેબલની મરામત કરી બપોરે ૧ વાગ્યા પછી કનેક્ટીવીટી કાર્યાન્વિત કરી કામગીરી આગળ વધારી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

વધુ વાંચો