તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • શિવાલયોમાં આજે બમ્બમ્ ભોલેના નાદ ગૂંજી ઉઠશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શિવાલયોમાં આજે બમ્બમ્ ભોલેના નાદ ગૂંજી ઉઠશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણના છીંડીયા ચોકમાં શિવતાંડવ નૃત્યનું આયોજન
ભાસ્કર ન્યૂઝ. પાટણ
પાટણમાં ભગવાન ભોળાનાથની ભાવભકતીનો ઉત્સવ મહા શિવરાત્રીની તૈયારીઓ વિવિધ મંદિરોમા શરૂ થઇ છે. મંડપ સજાવટ અને ડેકોરેશન હાથ ધરાયા છે. શહેરમાં આ વખતે પ્રથમવાર શિવતાંડવનો ભવ્ય કાર્યક્રમ લાયન્સ કલબના ઉપક્રમે યોજાનાર છે. શહેરમાં તેમજ આસપાસમાં આવેલા અસંખ્ય શિવાલયોમાં બુધવારે શિવરાત્રી પર્વની તૈયારીઓ હાથ ધરવામાં આવી હતી. જ્યાં શિવરાત્રીના પર્વે દિવસભર દર્શન-આંગી ભજન કર્તિન અને ભાંગની પ્રસાદીનો મહિ‌મા ગુંજી ઉઠશે. શોભાયાત્રા અને લઘુરૂદ્ર જેવા કાર્યક્રમો પણ યોજાશે.
શહેરના ઘીમટામાં આવેલ બહુચર માતાજીના મંદિરેથી રાવલ પરિવારો દ્વારા દર વર્ષની જેમ શિવજીની શોભાયાત્રા સવારે દશ વાગ્યે નીકળશે. જે મદ્રેશ્વર મહાદેવ મંદિરે જશે. જ્યાં લઘુરૂદ્ર-પૂજા વગેરે સંપન્ન થશે. લોટેશ્વર મહાદેવ મંદિર રાજકાવાડા ખાતે પાઠાત્મક લઘુરૂદ્ર કરાશે તેવું વિનયભાઇ રાવલે જણાવ્યું હતું. પાટણ શહેરના હીંગળાચાચર ચોકમાં આવેલ હરીહરેશ્વર મહાદેવના મંદીરે મહાશિવરાત્રીએ વહેલી સવારે અભિષેક કરાશે. દાદાને ફળફ્રુટની આંગી પિયુષભાઇ આચાર્ય અને ભકતો દ્વારા કરાશે. ચાર પ્રહરની પૂજા અને આરતી થશે. ૨૦૦ લીટર દૂધની ભાંગની અને એક ડબ્બા ઘીના મહા પ્રસાદીનુ વિતરણ કરાશે.
સિદ્ધનાથ મહાદેવના ચાર પ્રહરની પૂજા, રૂદ્રાભિષેક, ભસ્મસ્નાન, શણગાર, આરતી, ધ્વજા આરોહણ, રાજભોગ, દશોપચાર પૂજન, પંચવક્ર પૂજન, શોડષોપચાર પૂજન થશે. આ ઉપરાંત દરેક શિવ મંદિરોમાં ચાર પ્રહરની પૂજા મુખ્ય હોય છે તેવું આતુભાઇ મહારાજે જણાવ્યું હતું. હરીહર મહાદેવમાં ર૦૦થી વધુ ભક્તો રાત્રે ચાર પ્રહરની પૂજામાં સામેલ થશે તેવું સંજયભાઇ રાવલે જણાવ્યું હતું.
શહેરમાં નામી-અનામી અસંખ્ય શિવાલયો શોભી રહ્યાં છે. જેમાં સિદ્ધનાથ મહાદેવ, ત્રિપુરારેશ્વર મહાદેવ, છત્રપતેશ્વર, ગુપ્તેશ્વર, પાતાળેશ્વર, નિલકંઠેશ્વર, કેદારેશ્વર, કુબેરેશ્વર, સિદ્ધેશ્વર, જલેશ્વર, બગેશ્વર, કાશી વિશ્વનાથ, કોટેશ્વર, હરીહર, જાળેશ્વર મહાદેવ એમ વિવિધ મંદિરોમાં પૂજા અર્ચના પ્રસાદ અને ભક્તિભાવ ભજન સત્સંગ થશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

વધુ વાંચો