તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • કોઇટામાં મધરાતે હડકાયા કૂતરાએ આતંક મચાવ્યો, ૧૦ને બચકાં ભર્યાં

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોઇટામાં મધરાતે હડકાયા કૂતરાએ આતંક મચાવ્યો, ૧૦ને બચકાં ભર્યાં

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઘરની ઓસરી, આંગણામાં સૂતેલાં લોકોને નિશાન બનાવતાં હાહાકાર મચી ગયો
ભાસ્કર ન્યૂઝ.પાટણ, કોઇટા
સરસ્વતી તાલુકાના કોઇટા ગામમાં સોમવારે રાત્રે ૨-૩૦ વાગ્યે હડકાયા કૂતરાએ મકાનોના આંગણામાં ઘૂસીને ૧૦ જેટલા લોકોને બચકાં ભરી આતંક મચાવ્યો હતો. જેને પગલે અડધી રાત્રે દોડધામ સર્જા‍ઇ હતી. હડકાયું કૂતરુ વહેલી સવારે હાથ લાગતાં મોતને ઘાટ ઉતારી દેવાયું હતું.
કોઇટાના ઠાકોરવાસ અને રોહિ‌તવાસમાં રાત્રે અઢીથી ત્રણ વાગ્યાના અરસામાં ઘરના આંગણામાં કે ઓસરીમાં લોકો ખાટલા ઢાળીને સૂતા હતા. ત્યારે હડકાયા કૂતરાએ એક પછી એક બે મહિ‌લા, એક બાળક સહિ‌ત નવ વ્યક્તિઓને હાથ, પગ કે મોઢાના ભાગે બચકાં ભરી લીધા હતા. કૂતરાએ સવારે પથી પ-૩૦ વાગ્યામાં ફરી દેકારો મચાવ્યો હતો. જેમાં ગોવાભાઇ ગલાલભાઇ પરમારને બચકું ભરતાં નાકના અડધા ભાગની ચામડી કપાઇ ગઇ હોઇ ૧૦૮ અને ખાનગી વાહનોમાં ઇજાગ્રસ્તોને સારવાર અર્થે જંગરાલ સીએચસીમાં લઇ જવાયા હતા. જે પૈકી બે દર્દીને ધારપુર રીફર કરાયા હતા.જંગરાલના તબીબ ‌ર્ડ‌ા. પરેશભાઇ પટેલે જણાવ્યુ હતુ કે નવ દર્દીને હડકવા વિરોધી સારવાર આપવામાં આવી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

વધુ વાંચો