Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
જિલ્લામાં દિવસે ગરમી અને રાત્રે ઠંડીથી વાયરલની અસર
પાટણ સિવિલમાં રોજના ૧૦૦થી વધુ કેસ વાઇરલ બીમારીના નોંધાય છે : અસંખ્ય લોકો શરદી-ખાંસીના વાઇરલ ફીવરનો ભોગ બન્યાં
ભાસ્કર ન્યૂઝ. પાટણ
જિલ્લામાં દિવસે ગરમી અને રાત્રે ઠંડી એમ મિશ્ર ઋતુની અસર અનુભવાઇ રહી છે. જેને કારણે શરદી-ખાંસી સહિતની વાઇરલ બીમારી જોવા મળી રહી છે.
ઉતરતી ઠંડીએ લોકોએ ગરમ વસ્ત્રો હટાવી દીધા પછી અચાનક ઠંડી પડવા લાગતાં દિવસે ગરમી અને રાત્રે ઠંડો માહોલ રહેતો હોવાથી અસંખ્ય લોકો શરદી-ખાંસીના વાઇરલ ફીવરનો ભોગ બન્યાં છે. પાટણમાં મોટેભાગે લોકો પ્રાઇવેટ દવાખાનામાં જવાનું વધારે પસંદ કરતાં હોય છે. તબીબ ર્ડા. રમેશભાઇ પટેલના મતે હાલમાં બે ઋતુની અસર ઘણી છે તેથી કેસો પણ વધારે રહે છે.
જ્યારે પાટણ સિવિલમાં દરરોજ ૧પ૦થી ૨૦૦ કેસો બધા મળીને આવતાં હોય છે. જેમાં ૧૦૦ જેટલા વાયરલના હોય છે. ઋતુ બદલાવના કારણે આ પ્રમાણ વધી જતું હોય છે. છેલ્લા પખવાડીયાથી વાઇરલની અસર વધી છે તેવું મેડીકલ ઓફિસર ર્ડા. ભાવનાબેન સોનીએ જણાવ્યું હતું.