• Gujarati News
  • સિટી એ ડિવિઝનમાં ચાર મહિ‌નામાં ચાર પીઆઇ બદલાયા

સિટી એ ડિવિઝનમાં ચાર મહિ‌નામાં ચાર પીઆઇ બદલાયા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણ : શહેરના અડધા વિસ્તારને આવરી લેતાં ભદ્ર સ્થિત એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં છેલ્લા ચાર મહિ‌નામાં ચાર પોલીસ ઇન્સપેક્ટર બદલાયા છે. એસપી દ્વારા જિલ્લામાં પોલીસ અધિકારીઓ, કર્મચારીઓની અવારનવાર બદલીઓ કરવામાં આવી છે. જેમાં શહેરના એ ડિવિઝનમાં ચાર મહિ‌નાના ટુંકા ગાળામાં ચોથા પીઆઇ ઇન્ચાર્જ તરીકેનો હાલ ચાર્જ સંભાળી રહ્યાં છે.
શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં છેલ્લે ૩૦ જુલાઇએ પીઆઇ એચ.કે. ભરવાડની બદલી થતાં અત્રે ચાર્જમાંથી છૂટા થયા હતા તેમના પછી અહીંયા જે.જે. ચૌધરીને પીઆઇ તરીકે એ ડિવિઝન પોલીસ મથકે મૂકાયા હતા. જેમની ૯ સપ્ટેમ્બરે બદલી થઇ હતી ત્યારે પીઆઇ બી.સી.ઠાકોરને એ ડિવિઝનનો ચાર્જ સોંપાયો હતો. બી.સી.ઠાકોરને પણ ૧૦ દિવસ પહેલા જ બદલી કરી ચાણસ્મા પીઆઇ તરીકે નિયુક્તિ કરાઇ છે ત્યારે પાટણ એ ડિવિઝનમાં હાલ એસઓજી પીઆઇ આર.આર.સિંઘાલને ઇન્ચાર્જ પીઆઇ તરીકે વધારાનો હવાલો સોંપયો છે. આ ચાર મહિ‌નામાં સીટી-એમાં -ચાર અધિકારીઓએ ચક્કર લગાવ્યાં છે.