• Gujarati News
  • રાજ્યકક્ષાની બાળ એથ્લેટીક્સમાં ૭૦૮ ખેલાડીઓએ ઝંપલાવ્યું

રાજ્યકક્ષાની બાળ એથ્લેટીક્સમાં ૭૦૮ ખેલાડીઓએ ઝંપલાવ્યું

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રમતગમત સંકુલમાં ત્રિ-દિવસીય અંડર-૧૪ એથ્લેટીક્સમાં દોડ, કૂદ, ફેંક સ્પર્ધાઓ રમાશે
ભાસ્કર ન્યૂઝ. પાટણ
પાટણના યજમાનપદે રાજ્યકક્ષાની ત્રિ-દિવસીય બાળ એથ્લેટીક્સ સ્પર્ધાનો સરદાર પટેલ રમતગમત સંકુલમાં પ્રારંભ થયો હતો. રાજ્યના વિવિધ જિલ્લાના ૭૦૮ બાળકો એથ્લેટીક્સની સ્પર્ધાઓમાં કૌવત અજમાવશે. જેમાં વિજેતા ખેલાડી રાષ્ટ્રીય કક્ષાએ યોજાનાર સ્પર્ધામાં ભાગ લેશે.
રાજ્યના પ્રત્યેક જિલ્લામાં રમતગમત અને યુવા સાંસ્કૃતિક વિભાગ દ્વારા એથ્લેટીક્સ સ્પર્ધાઓ યોજાઇ હતી. જેમાં જિલ્લા કક્ષાએ પાટણના યજમાનપદે સ્પર્ધાનો પ્રારંભ થયો હતો. સોમવારે રજિસ્ટ્રેશન બાદ મંગળવારથી મેદાનમાં રમત સ્પર્ધાઓનો સિનિયર કોચ કે.એન.રાણીકાએ પ્રારંભ કરાવ્યો હતો.
પાટણ જિલ્લા રમતગમત અધિકારી પી.આર.ક્લાસવાએ જણાવ્યું હતું કે, બાળ એથ્લેટીક્સમાં ભાઇઓની ૩૦ અને બહેનોની ર૯ ટીમ રાજ્યકક્ષાએ ભાગ લઇ રહી છે. જેમાં ૩૬૦ ભાઇઓ અને ૩૪૮ બહેનો મળી કુલ ૭૦૮ ખેલાડીઓ વિવિધ સ્પર્ધામાં જોડાયા છે.
દોડમાં ૧૦૦, ૨૦૦, ૪૦૦, ૬૦૦ મીટર તેમજ ૮૦૦ મીટર વિધ્ન દોડ, લાંબીકૂદ, ઉંચીકૂદ, ગોળાફેંક, ચક્રફેંક તેમજ ૪ બાય ૧૦૦ મીટર રીલે દોડમાં અંડર-૧૪ વયજૂથના સ્પર્ધકોએ ભાગ લીધો છે.