• Gujarati News
  • સિદ્ધપુર સ્વામિનારાયણ મંદિરમાં પારાયણનો પ્રારંભ

સિદ્ધપુર સ્વામિનારાયણ મંદિરમાં પારાયણનો પ્રારંભ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. સિદ્ધપુર
સિદ્ધપુર હાઇવે સ્થિત સ્વામીનારાયણ મંદિરમાં હરીકૃષ્ણ મહારાજના ૧૪૯મા વાર્ષિ‌ક પાટોત્સવ પ્રસંગે પ.પૂ. ૧૦૦૮ના આચાર્ય કૌશલેન્દ્રપ્રસાદજી મહારાજ, પ.પૂ. મોટા મહારાજ અને લાલજી મહારાજના આર્શીવાદથી મંગળવારથી ચાર દિવસ સ્વામી ચંદ્રપ્રકાશજીની અમૃતવાણીમાં શ્રીમદ્ સત્સંગી જીવન પારાયણનો પ્રારંભ કરાયો હતો. આ પાવન પ્રસંગે ત્રિ-દિવસીય વિષ્ણુયાગનું આયોજન પણ કરવામાં આવ્યું છે. જેનો મોટી સંખ્યામાં કથા શ્રવણનો લાભ હરીભક્તો લઇ રહ્યાં છે.
કથાના પ્રારંભે મંદિરના મહંત ચંદ્રપ્રકાશ સ્વામીએ સત્સંગ પારાયણમાં જણાવ્યું હતું કે, ભારતીય સંસ્કૃતિમાં આધ્યાત્મિક શક્તિ કથા શ્રવણમાંથી પ્રાપ્ત થાય છે. ધાર્મિ‌કતા કેળવાય છે આજના અર્થયુગમાં માણસોએ કદમતાલ મિલાવવા ઉપરાંત ધાર્મિ‌કવૃત્તિ પણ કેળવવી જોઇએ. આ પ્રસંગે બિલિયાના મહંત ઘનશ્યામદાસજી મહારાજે જણાવ્યું હતું કે, અનેક સંતો, મહંતોની ઉપસ્થિતિમાં ઊંઝા, સુજાણપુર, કુંવારા, રાજપુર, દાસજ, પાટણ, ચાણસ્મા, ડીસા સહિ‌તના હરીભક્તો સત્સંગ કથાનો લાભ લઇ રહ્યાં છે. કથાની સાથે વિષ્ણુયાગનો પણ પ્રારંભ થયો છે.