• Gujarati News
  • રેલવે સ્ટેશન આગળ વાહન પાકિગની વ્યવસ્થા કરાઇ

રેલવે સ્ટેશન આગળ વાહન પાકિગની વ્યવસ્થા કરાઇ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સ્ટેશનમાં કેન્ટીન અને બુકસ્ટોલ શરૂ કરવા લોકમાંગ
ભાસ્કર ન્યૂઝ. પાટણ
શહેરના રેલવે સ્ટેશનની હદમાં વાહન માટે પે એન્ડ પાક`ગની સુવિધા કાર્યરત કરવામાં આવી છે ત્યારે હવે પાક`ગ પોઇન્ટ બનતાં વાહન સલામતીની વ્યવસ્થા મુસાફરોને ઉપલબ્ધ થઇ છે.
પાટણથી મહેસાણા કે અમદાવાદ સુધી ટ્રેન મારફતે ઘણા મુસાફરો નોકરી-ધંધાર્થે રોજ અપડાઉન કરે છે. જેમાં અત્યાર સુધી રેલવે સ્ટેશન આગળ ટુ વ્હીલર પાક`ગ માટે રેલવે તંત્ર દ્વારા કોઇ વ્યવસ્થા કરવામાં આવી ન હોતી. જેના કારણે વાહનની સલામતીને લઇને જોખમ રહેતું હતું. અહીંયા પે એન્ડ પાક`ગની વ્યવસ્થા માટે શહેરના આગેવાનો દ્વારા રજૂઆતો પણ કરવામાં આવી હતી.
ત્યારે રેલવે તંત્ર દ્વારા પાટણ સ્ટેશન આગળ કાર્યક્ષેત્રના વિસ્તારમાં એજન્સી મારફતે વાહનો માટે પે એન્ડ પાક`ગની વ્યવસ્થા શરૂ કરવામાં આવતાં રોજબરોજ વાહન લઇને રેલવે સ્ટેશન આવતાં મુસાફરોને પોતાના વાહન પાર્ક કરવા માટે વ્યવસ્થા ઉપલબ્ધ થઇ છે. જોકે, હજુ રેલવે સ્ટેશનમાં મુસાફરો માટે ચા-નાસ્તાની કોઇ સુવિધા નથી. સ્ટેશનમાં કેન્ટીન સ્ટોલ શરૂ કરવો જોઇએ. જેથી પાટણ રેલવે સ્ટેશને આવાગમન કરતાં મુસાફરોને નાસ્તાની સુવિધા મળી રહે અગાઉ બુક સ્ટોલ પણ હતો. જે છેલ્લા ઘણા વર્ષોથી બંધ થયો છે ત્યારે વાંચન સામગ્રી માટે બુક સ્ટોલ શરૂ કરવા લોકમાંગ ઉઠી છે.