• Gujarati News
  • શહેરના આનંદ સરોવરમાં ૃચ્ ’યુવાનનું ડૂબી જતાં મોત

શહેરના આનંદ સરોવરમાં ૃચ્/’યુવાનનું ડૂબી જતાં મોત

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુભાષચોક વણકરવાસના અપરિણીત ૪૪ વર્ષિ‌ય યુવાનની મોતને લઇ આશંકાઓ
ભાસ્કર ન્યૂઝ. પાટણ
પાટણ શહેરની મધ્યમાં આવેલ આનંદ સરોવરમાં સાંજે એક યુવાન પડી જતાં પાણીમાં ગરક થયો હતો. જેને પગલે આસપાસના લોકો દોડી આવી ટોળે વળ્યા હતા. છેવટે પાલિકાની તરવૈયા ટીમે શોધખોળ આદરી હતી અને સરોવરમાંથી યુવાનનો મૃતદેહ બહાર કાઢયો હતો.
શહેરના આનંદ સરોવરમાં સાંજના સમયે ફરવા માટે શહેરીજનોનો ખૂબ જ ધસારો હોય છે. જ્યારે શનિવારે સાંજે ૬-૩૦થી ૭ વાગ્યાના અરસામાં લોકો આનંદ સરોવરમાં ફરતા હતા ત્યારે એક યુવાન સરોવરમાં પડી ગયો હતો. જેને પગલે બગીચામાં બેઠેલા સૌ લોકો દોડી આવી ટોળે વળ્યા હતા. એક વયસ્કે તરત ઇમરજન્સી ૧૦૮નો સંપર્ક કરતાં૧૦૮ એમ્બ્યુલન્સ દોડી આવી હતી. બાદમાં નગરપાલિકાના ફાયર ફાઇટર ટીમના તરવૈયા આવી પહોંચતાં સરોવરના પાણીમાં છલાંગ લગાવીને યુવાનની શોધખોળ આદરી હતી. છેવટે બે કલાકની જહેમત બાદ યુવાનના મૃતદેહને પાણીમાંથી શોધીને બહાર કઢાયો હતો અને પાટણ સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમો‌ર્ટમ કરાયું હતું.
સરોવરમાં પડી જતાં યુવાન અંગે પૂછપરછ કરતાં સુભાષચોક વણકરવાસમાં રહેતાં નરેશકુમાર ચતુરભાઇ પરમાર ((૪૪)) હોવાની ખબર પડી હતી. જેમના સબંધિતો સ્થળ પર દોડી આવ્યા હતા અને મૃતકની લાશની ઓળખ કરી હતી. જ્યારે નરેશકુમારના માતા-પિતા મૃત્યુ પામેલા છે અને નરેશકુમાર અપરણીત હતા. જે કોઇ અગમ્ય કારણોસર આનંદ સરોવરમાં પડી જવાથી ડૂબી જતાં મોત નીપજ્યા અંગે મૃતકના સબંધિત કાકા બાબુભાઇ કરશનભાઇ પરમારે પાટણ સિટી બી ડિવિઝન પોલીસ મથકે અકસ્માતે મોતની નોંધ કરાવી હતી. જે બનાવની તપાસ પીએસઆઇ એચ.પી.કરણ કરી રહ્યાં છે.