• Gujarati News
  • સિદ્ધપુરમાં બાઇક વચ્ચે કૂતરું આડુ આવતાં થયેલ અકસ્માતમાં બાઇક સવાર મહિ‌લાનું મોત

સિદ્ધપુરમાં બાઇક વચ્ચે કૂતરું આડુ આવતાં થયેલ અકસ્માતમાં બાઇક સવાર મહિ‌લાનું મોત

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કરન્યૂઝ. પાટણ
સિદ્ધપુર તાલુકાના કનેસરા ગામના સુરેશગિરી મણિગીરી ગોસ્વામી ((જીજે-૨૪ જે-૪૧૩૪)) બાઇક પર દક્ષાબેન પ્રકાશવન ગોસ્વામીને સાથે લઇને ગુરૂવારે સાંજે ૭-૧પ વાગ્યાના અરસામાં સરસ્વતી નદીના પુલ પરથી નીકળતા હતા ત્યારે રસ્તામાં કૂતરું આડુ આવી જતાં સુરેશગીરીએ એકદમ બ્રેક મારી હતી. જેથી બાઇક પરનો કાબુ ગુમાવી દેતાં પલટી ખાઇ ગયા હતા. જેમાં કનેસરા ગામના દક્ષાબેન પ્રકાશવન ગોસ્વામીને ગંભીર ઇજાઓ થતાં તેમનું મોત નીપજ્યું હતું. અને સુરેશગીરી ગોસ્વામીને પણ ઇજાઓ થઇ હતી. આ અંગે સિદ્ધપુર પોલીસ મથકે જાણ કરાતાં તપાસ પીએસઆઇ કરી રહ્યા છે.