• Gujarati News
  • સિદ્ધપુર માર્કેટયા‌ર્ડ‌નું વેકેશન ખુલતાં કપાસ એરંડાના ઢગ ખડકાયાં

સિદ્ધપુર માર્કેટયા‌ર્ડ‌નું વેકેશન ખુલતાં કપાસ-એરંડાના ઢગ ખડકાયાં

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. સિદ્ધપુર
સિદ્ધપુર માર્કેટયા‌ર્ડ‌માં ૮ દિવસના મિની વેકેશન બાદ શનિવારથી સારા ચોઘડીયામાં હરાજીનું કામકાજ શરૂ થયું હતું. રાયડો, એરંડા, કપાસ સહિ‌તની ચીજવસ્તુઓની ૧૦ હજાર બોરીની આવક થવા પામી હતી. આ સાથે શહેરમાં ચોકસી બજાર સહિ‌તના વિવિધ બજારોમાં નવા વર્ષના ધંધા રોજગારનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો હતો.
એપીએમસીના ચેરમેન સમિરભાઇ વ્યાસ અને સેક્રેટરી હસમુખભાઇ પટેલે જણાવ્યું હતું કે, સિદ્ધપુર તાલુકા સહિ‌ત બનાસકાંઠા, રાજસ્થાનમાંથી ખેડૂતોને પોતાના માલનો સારો ભાવ અને સારું તોલ માપ મળી રહે તે માટે વહેલી સવારથી ખેડૂતો ઉંટલારી-ટ્રેક્ટરોમાં પોતાના માલની હરાજી કરાવવા આવ્યા હતા.