• Gujarati News
  • જિલ્લાવાસીઓ જલાબાપાની ભક્તિમાં લીન બન્યા

જિલ્લાવાસીઓ જલાબાપાની ભક્તિમાં લીન બન્યા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણ, વારાહી, રાધનપુર, હારિજ સહિ‌ત ઠેરઠેર જલારામ જયંતિની ધામધૂમથી હર્ષોલ્લાસભેર ઉજવણીભાસ્કર ન્યૂઝ. પાટણ

પાટણ શહેર તેમજ જિલ્લામાં વિવિધ ઠેકાણે ભક્ત શિરોમણી પ.પૂ.જલારામ બાપાની ૨૧૪મી જન્મજયંતિ ખૂબજ ધામધૂમથી આનંદોલ્લાસભેર યોજવામાં આવી હતી. જેમાં જલારામ મંદિરે હજારોની સંખ્યામાં લોહાણા સમાજના લોકો ગામેગામથી ઉમટી પડયા હતા શહેરની તમામ જ્ઞાતિની શ્રદ્ધાળુ જનતાએ જલાબાપાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. પાટણ, હારિજ, રાધનપુર અને વારાહીમાં પણ સમગ્ર માહોલ જલારામમય બની જવા પામ્યો હતો.

પાટણમાં ટેલિફોન એક્સચેન્જ રોડ પર આવેલા જલાબાપા મંદિરે વિવિધ કાર્યક્રમો આયોજિત કરવામાં આવ્યા હતા. મંદિરને ભવ્ય આંગીથી શણગારવામાં આવ્યું હતું. વહેલી સવારે શક્તિધામમાં વિવિધ યજમાનોએ પ્રાત: આરતી કરી હતી. તે પછી તુલસી માતાનું પૂજન થયું હતું અને જલાબાપાની જયંતિનો યજ્ઞ શરૂ થયો હતો. જેનું સંચાલન પૂજારી રશ્મીકાંતભાઇએ કર્યું હતું. અભિષેક, વિરબાઇ માતા અને ભોજરામ બાપાનું પૂજન, ઝોળી-ધોકાનું પૂજન અને પૂ.બાપાની પાદુકાનું પૂજન કરાયું હતું. સિદ્ધિ વિનાયક મંદિરના પૂ. દાદાજીએ આ પ્રસંગે વધારે બાપાના દર્શન કરી આર્શીવચન આપ્યા હતા.

સવારે ધ્વજાપૂજન, આરોહણ બાદ બપોરે બાપાના જન્મોત્સવનું પારણું બાંધવામાં આવ્યું હતું. ધનરાજભાઇ ઠક્કરે નીજમંદિરે તેમજ અન્ય દાતાઓએ અન્ય મંદિરોમાં બપોરે મહાઆરતીનો લ્હાવો લીધો હતો. યજ્ઞની પૂર્ણાહુતિ બાદ પૂ. જલાબાપાની શોભાયાત્રા મફતલાલ મોહનલાલ પટેલના યજમાનપદે નીકળી હતી.

આ પ્રસંગે સવારે અને સાંજે બળીયા હનુમાન મેદાનમાં ભોજનનું આયોજન વિવિધ દાતાઓના સહકારથી કરવામાં આવ્યું હતું. શહેરમાં લોહાણા સમાજના વેપરીઓએ ધંધા-રોજગાર બંધ રાખી પ્રસંગમાં જોડાયા હતા. કાર્યક્રમમાં નગરપતિ હેમંતભાઇ તન્ના, સતિષભાઇ ઠક્કર, શાંતિલાલ ઠક્કર, ધનરાજભાઇ, રમેશભાઇ નાણાવટી, જગદીશભાઇ ઠક્કર તેમજ દાતાઓ ઉપસ્થિત રહ્યા હતા.ફોટો- ૨૨ થી ૨પ

જલારામ બાપાની ૨૩૪મી જન્મ જયંતિ નિમિત્તે જલારામ મંદિર ખાતે યજ્ઞ અને આરતી યોજાઇ હતી. ((સુનિલ પટેલ))

ફોટો- ૨૬ થી ૨૯

જલારામ જયંતિ નિમિત્તે શોભાયાત્રા નીકળી હતી. ((સુનિલ પટેલ))વારાહીમાં પણ વિવિધ પ્રસંગો ઉજવાયા

મીની વિરપુર ગણાતા વારાહીમાં ભાણસાહેબ મંદિરે આવેલ જલારામ બાપાના સાંનિધ્યમાં સ્વાધ્યાય અને ભક્તિભાવ કરાયો હતો. વહેલી સવારથી ભક્તો દર્શને ઉમટયા હતા. સંતોએ વાણી પીરસી હતી. સારસ્વત બ્રાહ્મણોએ પૂજન વિધી કરાવી હતી. સુંદરકાંડના પાઠ કરાયા હતા. લોહાણા સમાજ અને સારસ્વત બ્રાહ્મણોએ ભોજન પ્રસાદ જ્યારે ગામના તમામ લોકો માટે ગૌશાળા પાસે બુંદી-ગાંઠીયાનો પ્રસાદ રાખવામાં આવ્યો હતો.રાધનપુરમાં જલાબાપાની ૨૧૪ની જન્મ જયંતિની ઉજવણી

રાધનપુર : રાધનપુરમાં શ્રી રઘુવંશી લોહાણા સમાજ સંચાલિત શ્રી ખાખચોક રામજી મંદિરે બાપાના સાંનિધ્યમાં સુંદરકાંડ પાઠ, જલાબાપાની આરતી અને ભજન સત્સંગનો કાર્યક્રમ યોજાયો હતો. સાંજે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. બપોરે અને સાંજે ખીચડી-કઢી-શાક અને પુરીના પ્રસાદ ભોજનની વ્યવસ્થા દાતાઓ તરફથી કરાઇ હતી. યુવા કાર્યકરો ભૂપેન્દ્રભાઇ આચાર્ય, રાજેશભાઇ શંભુલાલ, ગિરીશભાઇ ધાર્મિ‌ક, કલ્પેશ મુખી, વાસુદેવભાઇ, લાલાભાઇ લાટી, નરેશ હાલાણી, અર્પિ‌ત ઠક્કરે જહેમત ઉઠાવી હતી.ફોટો- ૩૦

રાધનપુરમાં જલારામ જયંતિ પ્રસંગે જલાબાપાના દર્શનનો લાભ લેતા દર્શનાર્થીઓ. ((કમલ ચક્રવર્તી))