• Gujarati News
  • સિદ્ધપુરમાં કાર્તિ‌કી મેળા બાદ માતૃવંદના કાર્યક્રમ યોજાશે

સિદ્ધપુરમાં કાર્તિ‌કી મેળા બાદ માતૃવંદના કાર્યક્રમ યોજાશે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મેળા અને ત્રિ-દિવસીય માતૃવંદના કાર્યક્રમ અંગે બેઠક યોજાઇ



ભાસ્કર ન્યૂઝ. સિદ્ધપુર

સિદ્ધપુર ખાતે કાર્તિ‌કી પૂિર્ણમાનો મેળો તેમજ માતૃવંદના કાર્યક્રમની તૈયારી અંગેની એક બેઠક સર્કિટ હાઉસ ખાતે યોજાઇ હતી. જેમાં પ્રાંત અધિકારી એચ.આર.મોદી તેમજ નાયબ જિલ્લા વિકાસ અધિકારી બી.પી.પટેલે માર્ગદર્શન પૂરુ પાડયું હતું.

આ અંગે પ્રાંત અધિકારીએ જણાવ્યું હતું કે, કાર્તિ‌કી પૂિર્ણમાનો ધાર્મિ‌ક ભવ્ય અને ગૌરવપૂર્ણ મેળો આગામી ૧પથી ૨૧ નવેમ્બર સુધી સાત દિવસ સરસ્વતી નદીના પટમાં પરંપરાગત રીતે દર વર્ષની જેમ આ વર્ષે યોજાનાર છે. ર૪ થી ર૬ નવેમ્બર સુધી ત્રિ-દિવસીય માતૃવંદના કાર્યક્રમ યોજાનાર હોઇ જિલ્લા વહીવટી તંત્રએ આરોગ્ય, મેડીકલ, ઇમરજન્સી, સ્વચ્છતા, રસ્તા, પાણી પુરવઠો, વિદ્યુત પ્રવાહ, ખાદ્યસામગ્રી વિતરણ અને ચકાસણી, વાહન વ્યવહાર, ઢોર નિયંત્રણ, અશ્વ દોડ હરીફાઇ, સાંસ્કૃતિક કાર્યક્રમ, ઇમરજન્સી રિસ્પોન્સ, પશુદોડ, જળસંચાલન, સ્ટેજ વ્યવસ્થા જેવી સમિતિઓના અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા બાદ જરૂરી કાર્યવાહી કરવા જણાવ્યું હતું.

ઉલ્લેખનીય છેકે, મેળાની સમાપ્તી બાદ ભવ્ય માતૃવંદના કાર્યક્રમ યોજાય છે. જે ગતવર્ષે ચૂંટણી આચારસંહિ‌તાને લઇને બંધ રહ્યો હતો. આ વર્ષે મોટા ખર્ચે માતૃવંદના કાર્યક્રમ યોજાવાનો છે જેથી સિદ્ધપુર શહેર-તાલુકામાં આનંદની લાગણી વ્યાપી હતી.