• Gujarati News
  • ધિણોજ પાસે કારે એક્ટીવાને ટક્કર મારતાં એકને ઇજા

ધિણોજ પાસે કારે એક્ટીવાને ટક્કર મારતાં એકને ઇજા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. પાટણ

ચાણસ્મા-મહેસાણા હાઇવે પર ધિણોજ ગામ નજીક એક કારે એક્ટીવાને ટક્કર મારતાં મણીયારી ગામના એક વ્યક્તિને ઇજાઓ થઇ હતી.

મણીયારી ગામના શંભુજી વીરાજી ઠાકોર ધિણોજ નજીક પેટ્રોલપંપ પાસે તેમના એક્ટીવા પર બેઠેલા હતા તે વખતે મહેસાણા તરફથી આવતી એક અલ્ટો કારે પાછળથી ટક્કર મારી હતી. જેમાં શંભુજી ઠાકોર એકાએક પટકાતાં તેમને માથા, પગના ભાગે ઇજાઓ થવા પામી હતી અને એક દાંત પડી ગયો હતો. આ અંગે ચાણસ્મા પોલીસ મથકે શંભુજી ઠાકોરે ફરીયાદ નોંધાવી હતી.