• Gujarati News
  • વાયડમાં બાવળની ઝાડીમાં જુગાર રમતાં ત્રણ શકુનિ પકડાયા

વાયડમાં બાવળની ઝાડીમાં જુગાર રમતાં ત્રણ શકુનિ પકડાયા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. પાટણ
સરસ્વતી તાલુકાના વાયડ ગામે બાવળની ઝાડીમાં જુગાર રમતાં ચાર શખ્સોને પોલીસે બાતમી આધારે રેડ કરીને પકડી પાડયાં હતા અને તેમની પાસેથી રોકડ સહિ‌ત રૂ. ૨૮૩૦નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
વાયડ ગામ પાસે આવેલા તળાવની બાજુમાં બાવળોની ઝાડીમાં પોલીસે બાતમી આધારે રેડ કરીને જુગાર રમતાં રાજેશકુમાર કાન્તીલાલ ઠક્કર, માધવસિંહ કાન્તીજી ઠાકોર, વેલાજી પરબતજી ઠાકોર અને શંભુજી ચંદુજી ઠાકોરને પકડી પાડયા હતા અને તેમની પાસેથી પોલીસે રૂ. ૨૮૩૦નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને આ અંગે વાગડોદ પોલીસ મથકે ફરીયાદ નોંધાવી હતી.