• Gujarati News
  • ઠાકરાસણમાં સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવા બાબતે મારામારી : ૧૨ સામે ફરિયાદ

ઠાકરાસણમાં સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવા બાબતે મારામારી : ૧૨ સામે ફરિયાદ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગામમાં સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવા સામે ઠાકોર યુવાનોએ વાંધો ઉઠાવ્યો
ભાસ્કર ન્યૂઝ. સિદ્ધપુર
સિદ્ધપુર તાલુકાના ઠાકરાસણ ગામે બુધવારે રાત્રીના સુમારે સાંસ્કૃતિક કાર્યક્રમની બાબતમાં બોલાચાલી બાદ મારામારી થતાં ઠાકોર કોમના ૧૨ ઇસમો સામે ફરીયાદ નોંધાઇ હતી. જ્યારે એક વ્યક્તિને નાની મોટી ઇજાઓ થતાં વધુ સારવાર અર્થે મહેસાણા ખાતે રીફર કરવામાં આવ્યો હતો.
આ અંગે કાકોશી પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, ઠાકરાસણ ગામે રહેતાં પટેલ દિનેશભાઇ ધનજીભાઇને બુધવારે રાત્રીના આઠ વાગ્યાના સુમારે ઠાકોર સમાજના શખ્સોએ એક સંપ થઇ ગેરકાયદેસર મંડળી રચી તમો પટેલો ગામમાં સાંસ્કૃતિક પ્રોગ્રામ કેમ કરો છો, બંધ કરી દો તેમ કહી દિનેશભાઇ પટેલને તેજ ગામના ઠાકોર સમાજના ૧૧ શખ્સો દ્વારા લાકડી, ધારીયા, કુહાડી જેવા પ્રાણઘાતક હથિયારો ધારણ કરી હુમલો કર્યો હતો. જેમાં દિનેશભાઇને નાની-મોટી ઇજાઓ થતાં તાત્કાલીક સારવાર અર્થે સિદ્ધપુર જનરલ હોસ્પિટલ ખાતે સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે મહેસાણા ખાતે રીફર કરવામાં આવ્યા હતા.આ અંગે કાકોશી પોલીસે મારામારીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.