• Gujarati News
  • સિદ્ધપુર સ્વામિનારાયણ મંદિરમાં અન્નકૂટ દર્શન

સિદ્ધપુર સ્વામિનારાયણ મંદિરમાં અન્નકૂટ દર્શન

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. સિદ્ધપુર
સિદ્ધપુરમાં હાઇવે સ્થિત સ્વામીનારાયણ મંદિરમાં બેસતા વર્ષના દિવસે શ્રીજીના સાંનિધ્યમાં વિવિધ પકવાનો બનાવી અન્નકૂટ ભરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે શહેર ઉપરાંત બિલિયા ખાતેથી સ્વામીનારાયણ મંદિરના મહંત તેમજ ૧૨૦૦ હરીભક્તો એક સાથે પગે ચાલીને આવ્યા હતા અને અન્નકૂટ દર્શનનો લાભ લઇ શ્રીજીના આર્શીવાદ મેળવ્યા હતા. બેસતા વર્ષના દિવસે સાથે ભોજનપ્રસાદ લઇ ધન્યતા અનુભવી હતી. આ પ્રસંગે સ્વામીનારાયણ મહંત ચંદ્રપ્રકાશ સ્વામીએ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત હરીભક્તોને બેસતા વર્ષના પાવન દિવસે સર્વે હરીભક્તોની સુખાકારી વધે, આયુષ્ય બળ વધે તેવી શુભકામના પાઠવી હતી. બિલિયા સ્વામીનારાયણ મંદિરના મહંત વ્રજબિહારી સ્વામી, પાતારામ ભગત, પાલિકાના માજી ઉપપ્રમુખ ભરતભાઇ મોદી, વેપારી વર્ગ સહિ‌ત મોટી સંખ્યામાં હરીભક્તો ઉપસ્થિત રહ્યા હતા.