• Gujarati News
  • વાગડોદ વિસ્તારમાં રીંગણની રોકડીયા ખેતીની આવક શરૂ

વાગડોદ વિસ્તારમાં રીંગણની રોકડીયા ખેતીની આવક શરૂ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. ખારેડા
પાટણના વાગડોદ વિસ્તારમાં રોકડીયા પાક તરીકે શાકભાજીમાં રીંગણના વાવેતરની ખેતીમાં ગતસાલ કરતાં ચાલુ સિઝનમાં વધારો થયો છે. જંગરાલથી ભાટસણ ખારેડા પટ્ટાના સહિ‌તના ગામડાઓમાં રોકડીયા પાક તરીકે રીંગણની ખેતી શરૂ થતાં ખેડૂત પરીવારોને સારી ઉપજ થઇ રહી છે. ખેડૂતો બનાવી ડીસા માર્કેટમાં ઠલવવાનું શરૂ કર્યું છે.
ખારેડા ગામના શાંતિજી સમરાજી ઠાકોરે જણાવ્યું હતું કે, કપાસનું વાવેતર ચાલુ સાલે નિષ્ફળ ગયું છે. જ્યારે હવે રીંગણનો ભાવ સારો મળે તો કપાસની ખોટ રીંગણાના વાવેતરમાંથી ભરપાઇ થાય તેવી આશા છે.
પ્રથમ સારો ભાવ મળતો હતો પરંતુ દિવસે દિવસે ભાવ તૂટતો જાય છે. રીંગણનું વાવેતર જંગરાલ, કોઇટા, ભાટસણપટ્ટાના ગામડાઓમાં મોટા પ્રમાણમાં ખેડૂતોએ કર્યું છે.