તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • ગરીબોને નવેમ્બર માસમાં બે રૂપિયે ઘઉં, ત્રણ રૂપિયે ચોખા અપાશે

ગરીબોને નવેમ્બર માસમાં બે રૂપિયે ઘઉં, ત્રણ રૂપિયે ચોખા અપાશે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇકુપન રજૂ કર્યેથી પુરવઠાનું વિતરણ કરાશે
ભાસ્કર ન્યૂઝ. પાટણ
જિલ્લામાં નવેમ્બર મહિ‌નામાં રેશનકા‌ર્ડ‌ ધારકોને ઇકુપન આધારે જ સસ્તાદરનો પુરવઠો આપવામાં આવનાર છે. જેમાં બીપીએલ અને અંત્યોદય કા‌ર્ડ‌ ધારકોને બે રૂપિયે ઘઉં અને ત્રણ રૂપિયે ચોખા આપવામાં આવશે.
અંત્યોદય કા‌ર્ડ‌ધારકને ઘઉં કા‌ર્ડ‌ દીઠ ૧૯ કિલોગ્રામ બે રૂપિયાના ભાવે, ચોખા કા‌ર્ડ‌ દીઠ ૧૬ કિગ્રા ત્રણ રૂપિયા ભાવે, ખાંડ વ્યક્તિદીઠ ૩પ૦ ગ્રામ પ્રતિ કિલોના રૂ. ૧૩.પ૦ના ભાવે, આયોડાઇઝ મીઠુ ૧થી ૬ જનસંખ્યા ધરાવતાં માટે ૧ કિલોગ્રામ અને ૬થી વધુ જનસંખ્યા ધરાવતાં માટે ર કિલોગ્રામ પ્રતિ કિગ્રાના એક રૂપિયાના ભાવે વિતરણ
કરવામાં આવશે.
બીપીએલ કા‌ર્ડ‌ધારકને ઘઉંકા‌ર્ડ‌ દીઠ ૧૩ કિગ્રા બે રૂપિયાના ભાવે, સ્પે. બીપીએલ ઘઉં કા‌ર્ડ‌ દીઠ ૧ર કિગ્રા પ્રતિ કિલોના રૂ. પ.૪૦ના ભાવે, ચોખા કા‌ર્ડ‌ દીઠ ૩ કિગ્રા ત્રણ રૂપિયાના ભાવે, ચોખા ((સ્પેશ્યિલ)) કા‌ર્ડ‌દીઠ ૭ કિગ્રા કિલોના સાત રૂપિયાના ભાવે, ખાંડ વ્યક્તિ દીઠ ૩પ૦ ગ્રામ કિલોના રૂ. ૧૩.પ૦ના ભાવે, આયોડાઇઝ મીઠુ ૧થી ૬ જનસંખ્યા ધરાવતાં માટે ૧ કિલો અને ૬થી વધુ જનસંખ્યા ધરાવતાં માટે ર કિલો પ્રતિ કિલોના એક રૂપિયાના ભાવે વિતરણ કરવામાં આવશે.
એપીએલ કા‌ર્ડ‌ધારકને ઘઉં વ્યક્તિદીઠ ર.પ૦૦ કિગ્રા અને કા‌ર્ડ‌ દીઠ મહત્તમ ૧પ કિગ્રાનો જથ્થો પ્રતિકિલોના રૂ. ૭.પ૦ના ભાવે વિતરણ કરવામાં આવશે. રાંધણગેસ નહીં ધરાવતાં તમામ રેશનકા‌ર્ડ‌ ધારકોને કેરોસીન વ્યક્તિદીઠ ર લિટર અને કા‌ર્ડ‌ દીઠ મળવાપાત્ર જથ્થો ૮ લિટર સુધી પ્રતિ લિટરે રૂ. ૧૪.૦૦ થી રૂ. ૧૪.૨૦ના ભાવે વિતરણ કરવામાં આવશે. કોઇપણ કા‌ર્ડ‌ ધારકે ફુડ કુપન રજૂ કરીને જ આવશ્યક ચીજવસ્તુઓનો જથ્થો મેળવી શકાશે તેવું જિલ્લા પુરવઠા તંત્રના સૂત્રોએ જણાવ્યું હતું.