તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • દિપાવલી પર્વે ૨૧ કરોડના વેપારનો અંદાજ

દિપાવલી પર્વે ૨૧ કરોડના વેપારનો અંદાજ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શનિવારે કાળી ચૌદશે જનતા જનાર્દન દિપાવલીની ખરીદીમાં ઓતપ્રોત બનીભાસ્કર ન્યૂઝ. પાટણ

જિલ્લામાં હસીખુશીના આનંદ પર્વ દિપાવલીની ઉજવણી પરંપરાગત રીતે થવા પામી છે. જેમાં શુક્રવારે ધનતેરસ બાદ શનિવારે કાળીચૌદશ હતી જ્યારેરવિવારે દિપાવલીનો ઉત્સવ ઉજવાશે ત્યારે પરંપરાગત બજારમાં વ્યાપક ખરીદીનો માહોલ સર્જા‍યો હોવાથી ત્રણ દિવસમાં અંદાજે ર૧ કરોડના કારોબારના અંદાજ મૂકવામાં આવી રહ્યો છે.

જિલ્લામાં તેમજ શહેરમાં શુક્રવારે ધન્વંતરી દેવ, મૈયા લક્ષ્મીજી અને કુબેર ભંડારીની ગામે ગામ તેમજ ઘેર ઘેર થવા પામી હતી. શનિવારે કાળી ચૌદશના રોજ દિવાળીની છેલ્લી ઘડીની ખરીદી થવા પામી હતી. રવિવારે દિપાવલીના દિવસે પણ મોટો કારોબાર થશે પણ ગામડાનો વેપાર કાળીચૌદશે મોટાભાગે થતો હોય છે.

શનિવારે રેડીમેડ,મિઠાઇ, ફુટવેર, હોઝીયરી, કિરાણા બજારમાં વરસનો સૌથી વધુ ખરીદીનો દિવસ હતો. આ દિવસે સૌથી વધારે ઘરાકી રહેતી હોય છે. આ એક જ દિવસે કરોડો રૂપિયાનું ટર્ન ઓવર વેપાર ક્ષેત્રમાં થતું હોય છે.

જિલ્લામાં પાટણ ઉપરાંત ચાણસ્મા, હારીજ, સિદ્ધપુર, રાધનપુર, સાંતલપુર, સમી, શંખેશ્વર, વારાહીમાં પણ જનતા જનાર્દન દ્વારા દિપાવલીના તહેવારની ઉજવણી છેલ્લી ઘડીએ રંગ પકડવા લાગી હતી. છેલ્લા દિવસોએ સારી ભીડ રહી હતી.આજે દિપાવલીના અન્નકૂટ ભરાશે

રવિવારે દિપોત્સવી પર્વ હોઇ શહેર-જિલ્લામાં મોટાભાગના મંદિરોમાં અન્નકૂટ ધરાવવામાં આવે છે. જેમાં રામજી મંદિર, કૃષ્ણ મંદિર, પુષ્ટીમાર્ગીય મંદિરો સહિ‌ત વિવિધ ધાર્મિ‌ક સ્થળોએ ભગવાન શ્રીરામના અયોધ્યાગમનના પર્વને અવનવા ભોગ પ્રસાદ ધરાવીને ઉજવવાનો માહોલ રહે છે.પાછલા વર્ષ કરતાં આ વખતે વેપાર વૃદ્ધિ

જિલ્લામાં પાછલા વર્ષે ત્રણ દિવસમાં અંદાજે ર૦ કરોડના વેપાર વાણિજ્યના વ્યવહારો થયાનો અંદાજ હતો. જેમાં આ વખતે પણ થોડો ઘણો વધારો થઇ શકશે. મોંઘવારી વધી છે તેમજ ખેતીવાડી સારી ન હોવા છતાં લોકોના વ્યવહારો સારા પશુપાલનના કારણે ચાલી જતાં હોવાથી અને પગારોની નિયમિત આવકના લીધે બજારમાં સ્થિતિ જળવાઇ રહેશે તેથી પાછલા વર્ષ કરતાં થોડોક વધારો જરૂર થશે તેવું ગુજરાત ચેમ્બર ઓફ કોમ‌ર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના જિલ્લાના કો. ઓિ‌ર્ડ‌નેટર સુરેશભાઇ પટેલે જણાવ્યું હતું.