તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • શહેરમાં ધનતેરસે ચોમેર ધનવર્ષા થઇ

શહેરમાં ધનતેરસે ચોમેર ધનવર્ષા થઇ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જિલ્લામાં પાંચ કરોડનો કારોબાર થયાના નિર્દેશો

ભાસ્કર ન્યૂઝ. પાટણ

પાટણ શહેર-જિલ્લામાં દિપાવલીના તહેવારોમાં શુક્રવારે ધનતેરસના પાવનકારી દિવસે સોના-ચાંદી બજારમાં સવારથીજ ધમધમાટ સર્જા‍યો હતો. જ્યારે દિવાળી ઉજવવા કરીયાણા, ફુટવેર,રેડીમેડ, સ્વીટ્સ તેમજ ગૃહ સજાવટની ખરીદી ધૂમ શરૂ થવા પામી હતી. જેમાં શહેરમાં ચારેક કરોડ અને જિલ્લામાં પાંચ કરોડનો કારોબાર થયો હતો.

પાછોતરા વરસાદથી ખેતીવાડીને પ્રતિકૂળ અસરો થવા છતાં શુક્રવારે ધનતેરસના માંગલિક દિને તેની કોઇ અસર ન હોય તેમ બાંધી આવક ધરાવતાં નોકરીયાત, પગારદારો તેમજ પશુપાલકો સહિ‌ત ખેડૂતો, ગ્રામીણ, શહેરીલોકોએ ઉત્સાહભેર ખરીદી કરી હતી. જોકે, થોડો ઘણો કાપ મૂકવા છતાં છૂટથી ખરીદી થવા પામી હતી. શહેર-જિલ્લામાં જ્વેલ‌ર્સોને કરોડોનો કારોબાર કર્યો હોવાના અંદાજો વ્યક્ત કરાયા હતા.

પાટણ શહેરમાં સોના-ચાંદીની ખરીદી કરીને લોકોએ શુક્ન કર્યા હતા. દિવસ દરમિયાન જ્વેલ‌ર્સ શો રૂમોમાંથી નાનીમોટી વસ્તુઓની ખરીદીમાં તેજીનો માહોલ છવાયો હતો. ધનતેરસે શહેરમાંથી અંદાજે બે કરોડથી વધુની સોના-ચાંદી સહિ‌તની ખરીદી થઇ હોવાનો વેપારીઓએ મત વ્યક્ત કર્યો હતો.

શહેરમાં શુક્રવારે સવારથી ધીમે ધીમો બજારમાં ભીડ વધવા લાગી હતી. તેમાં પણ બપોરના સમયે મુખ્ય બજારમાંથી પસાર થવું મુશ્કેલ બની ગયું હતું. ખાસ કરીને સોના-ચાંદી બજાર, કપડાં બજાર, કરીયાણા, ફુટવેર તેમજ રેડીમેડ માટે ભારે ધસારો થયો હતો. વળી કર્મચારીઓના પગારો ચૂકવાઇ ગયા હોવાથી ખરીદીમાં ભારે વેગ આવ્યો હતો. મીઠાઇ બજારમાં પણ તડાકો પડયો હતો.આજના દિવસે વેપાર રપ ટકા સારો રહ્યો

ગુજરાત ચેમ્બર ઓફ કોમ‌ર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના સભ્ય અને જિલ્લાના કો. ઓિ‌ર્ડ‌નેટર સુરેશભાઇ પટેલે જણાવ્યું હતું કે, શહેર-જિલ્લામાં શુક્રવારે વેપાર રોજગાર રપ ટકા જેટલો સારો રહ્યો હતો. તમામ બજારોમાં જિલ્લામાં પાંચ કરોડથી વધુનો કારોબાર થયો હોવાનું અનુમાન લગાવી શકાય છે.ધનપૂજાના સિક્કા-લગડીની ખરીદી

શહેરમાં આવેલી ઝવેરીઓની દુકાન પર મંગલ મુહૂર્તે ધનપૂજન-લક્ષ્મીપૂજન કરવા માટે સોના-ચાંદીના લક્ષ્મીજી, ગણેશજીના સિક્કાઓ તેમજ સોના-ચાંદીની લગડીની ખરીદી પણ સારી એવી થવા પામી હતી. હવે પ્લેઇન ટુકડાની માંગ વધારે રહેતી હોવાનું કલ્પેશભાઇ ચોક્સીએ જણાવ્યું હતું.પુષ્યનક્ષત્ર કરતાં ધનતેરસમાં સોના-ચાંદીની ખરીદી સારી

વેપારી અગ્રણી અશ્વિનભાઇ સોનીએ જણાવ્યું હતું કે, પાટણ શહેરમાં ધનતેરસે સોના-ચાંદીની ખરીદી સારી થઇ છે. ખાસ કરીને સોનામાં પેન્ડલ, ચેન, મંગળસૂત્ર, ડોકીયા અને લક્કી જેવી વસ્તુઓની ખરીદી કરી છે. જ્યારે ચાંદીમાં કંકાવટી, ભગવાનની મૂર્તિ‌, ચાંદીના સિક્કા સહિ‌ત વિવિધ વસ્તુઓની ખરીદી કરી હતી.ફેન્સી અને ધાર્મિ‌ક સિમ્બોલવાળી વસ્તુઓનું માર્કેટ વધ્યું

ઝવેરી બજારના વેપારી અગ્રણી ભાર્ગવભાઇ ચોક્સીએ જણાવ્યું હતું કે, ધનતેરસે લોકોએ સોના-ચાંદીના સિક્કાઓ ઉપરાંત વિવિધ ફેન્સી વસ્તુઓની ખરીદી કરી હતી. જેમાં ફેન્સી ચેનસેટ, બ્રેસલેટ, ચેઇન, ધાર્મિ‌ક, સિમ્બોલવાળી વીંટી સહિ‌તની વસ્તુઓ લોકો પસંદ કરવા લાગ્યાં છે.