તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • ધનતેરસે ધનની નહીં દરિદ્રનારાયણની સેવા

ધનતેરસે ધનની નહીં દરિદ્રનારાયણની સેવા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

શહેરમાં ફાટેલા તૂટેલા વસ્ત્રોમાં વિહાર કરી રસ્તામાં જીવનગુજારો કરતાં પાગલો, ભિક્ષુકોને સ્નાનથી સ્વચ્છ કરી નવા વસ્ત્રો પહેરાવી, મિઠાઇ ખવડાવી

પાટણ શહેરમાં ફાટેલા તૂટેલા વસ્ત્રોમાં ફુટપાથ પર દિવસ રાત ગુજારો કરતાં ભિક્ષુકો, પાગલોને સ્નાન, સલુન કરી નવા વસ્ત્રો પરિધાન કરાવી સ્વચ્છ બનાવી મિઠાઇ ખવડાવીને સામાજિક કાર્યકરે દર વર્ષની જેમ આ વર્ષે પણ દરિદ્ર નારાયણની સેવા દ્વારા ધનતેરસની ઉજવણી કરી હતી. જેમાં અન્ય સેવાભાવી આગેવાનો અને પટ્ટણી યુવાનો આ ભગીરથ કાર્યમાં સહભાગી થયાં હતા.

શહેરમાં ગૌરવપથ, રાજમહેલ, રેલવેનાળાથી જલારામ સર્કલ થઇ વિવિધ માર્ગ પર પાગલ અર્ધપાગલ, ભિક્ષુક લાંબા સમયથી ગંદા ગોબરા હાલતમાં જ જીવન ગુજારો કરતાં આંટાફેરા મારતાં હોય છે જ્યાં કેટલાક મંદબુદ્ધિના કારણે સ્નાન કરવાની પણ તસ્દી ન લેતાં બદબુ આવતી હોય છે. આવી હાલતમાં રખડતાં ભટકતાં પાગલો, ભિક્ષુકોને શોધી શોધીને ધનતેરસના દિવસે સવારે પાલિકાના વાહનમાં બેસાડી પાટણના મુખ્ય બજારમાં આવેલ અંબાબાઇ ધર્મશાળા ખાતે લાવવામાં આવ્યા હતા. જ્યાં શહેરના જાણીતા બિલ્ડર અને સેવાભાવી આગેવાન ગોરધનભાઇ ઠક્કર ((બેબાભાઇ)) દ્વારા છેલ્લા ચાર વર્ષની જેમ આ વર્ષે પણ રસ્તે રઝળતા પાગલોને ગરમ પાણીથી સ્નાન કરાવ્યું હતું.

આગળ વાંચો, નિરાધારોના બાલ કટીંગ, સલુન, હાથ-પગના નખ કટીંગ કરી સ્વચ્છ કરી નવાવસ્ત્રો પહેરાવાયા