• Gujarati News
  • પાણી ભરવા બાબતે ચાર હખ્સોનો યુવક પર હુમલો

પાણી ભરવા બાબતે ચાર હખ્સોનો યુવક પર હુમલો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ.માલપુર
માલપુર તાલુકાના હેલોદર ગામના પેટા પરા ભોલા ભાઠોડા ગામે પાણી ભરવા બાબતે ઉશ્કેરાયેલા ચાર શખ્સોએ ભેગા મળી એક શખ્સને મારપીટ કર્યાની ફરિયાદ માલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે.
હેલોદર ગામના ભોલા ભાઠોડા પરાના રહીશ કાળુભાઇ ગેમાભાઇ પગી સોમવારે ગામની સીમમાંથી પાણી ભરી રહ્યા હતા. ગામના સુખાભાઇ ગેમાભાઇ પગી, ગણેશભાઇ સુખાભાઇ પગી, જાલાભાઇ સુખાભાઇ પગી તથા લીલાબેન ગણેશભાઇ પગી ત્યાં આવી પાણી ભરો છો તેમ કહી ગાળો બોલી ગડદાપાટુનો માર માર્યો હતો. જયારે સુખાભાઇ પગીએ કાળુભાઇને લાકડી મારી ઇજા પહોંચાડતા કાળુભાઇએ ચારેય ઇસમો વિરુદ્ધ માલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.