• Gujarati News
  • ચૂંટણીમાં પ્રચાર પડઘમ શાંત,ડોર ટુ ડોર કવાયત

ચૂંટણીમાં પ્રચાર પડઘમ શાંત,ડોર ટુ ડોર કવાયત

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કરન્યૂઝ. પાટણ લોકસભા ચૂંટણીના આ મહાપર્વમાં મતદાન માટે હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે સામવારે સાંજે ૬ વાગ્યે પ્રચાર પડધમ શાંત પડયાં હતાં.ત્યાર બાદ ડોર ટુ ડોર લોકસંપર્ક માટે ઉમેદવારો અને તેમના સર્મથકો આટાફેરા લગાવા માંડયા છે.જોકે ભાજપ અને કોગ્રેસ બંન્ને પક્ષોએ મતો અંકે કરવા માટે સોમવારે છેલ્લી ઘડીઓમાં પાટણ શહેરમાં જોર લગાવ્યું હતું અને બંન્ને પાર્ટીના રોડ શોએ મતદારોમાં ચૂંટણી ફીવરની અસર જમાવી હતી.જાહેર પ્રચારનો અંત આવ્યો તેની છેલ્લી ઘડીએ ભાજપનો રોડ શો હારિજ ખાતે યોજાયો હતો. જયારે કોગ્રેસે પાટણ ખાતે કાર્યકર્તા બેઠક કરી હતી.



પાટણ જિલ્લામાં કર્મચારીઓને તેમના મતદાન અને નોકરીના સ્થળ સિવાયના િવધાનસભા વિસ્તારમાં આવેલ મતદાન મથક પર પ્રિસાઇડીંગ, પોલીંગ આફિસર તરીકે મૂકવામાં આવશે.જેમાં મંગળવારે સવારે છ વાગ્યા થી પાટણ,રાધનપુર,ચાણસ્મા અને સિધ્ધપુર એમ ચાર વિસ્તારના કુલ ૩૬૨૩ કર્મચારીઓ તેમના વિધાનસભા વિસ્તારના ડિસ્પેચીંગ સેન્ટરથી ૬૮ જેટલી બસ મારફતે ફરજ પરના વિધાનસભા વિસ્તારના સેન્ટરમાં પહોચશે.આ ઉપરાતં પ્રાંત અધિકારીઓ દ્વારા જરૂરિયાત મુજબ ખાનગી વાહનો કર્મચારીઓને રવાના કરવા માટે ઉપયોગમાં લેવાશે.જયાં આ કર્મચારીઓને જેતે બુથ પર પ્રિસાઇડીગ અને પોલીગ ઓફીસર તરીકેના ઓ‌ર્ડ‌ર આપવામાં આવશે અને પ્રત્યેક બુથના પાંચ-છ કર્મચારીઓ ઇ.વી.એમ ,પેન,પેન્સિલ,લાખ સહિ‌ત નાનીમોટી ૧૨૩ વસ્તુની કીટ લઇને લગભગ સાંજે ૪ વાગ્યા સુધીમાં ફરજના બુથ પર પહોચી જશે. જયાં મંગળવારે જ મતકુટિર, બેઠક માટે ખુરશી-ટેબલ ગોઠવણ સહિ‌ત મતદાન મથક તૈયાર કરવામાં આવશે.જ્યારે મહિ‌લા કર્મચારીઓ અને પટાવાળાને તેમના ફરજ સ્થળના વિધાન સભા વિસ્તાર બહાર જવું નહિ‌ પડે પરંતુ આ કર્મચારીઓને તેમના ફરજના સ્થળથી અલગ વિસ્તારના બુથ પર મૂકવામાં આવશે.

કેટલા કર્મચારીઓ અલગ વિધાનસભાક્ષેત્રમાં ફરજ બજાવશે

કયાંથી કયા જશે

િવધાનસભા રાધનપુર ચાણસ્મા પાટણ સિધ્ધપુર

૧૬રાધનપુર ૨ ૩૧૭ ૩૪૭ ૨૬૩

૧૭ચાણસ્મા ૩૯૬ પ ૩૨૯ ૨૨૨

૧૮પાટણ ૩૬૭ ૪૩૬ ૦ ૧૩૪

૧૯સિધ્ધપુર ૨૦૦ ૨પ૪ ૩૨૧ ૩૦

જિલ્લામાં ૧૧૯ બસો કર્મચારીઓને ફરજ સ્થળે પહોચાડશે

પાટણ જિલ્લાના ચાધનપુર,ચાણસ્મા,પાટણ અને સિધ્ધપુરમાં મંગળવારે સવારે ૬૮ જેટલી બસ કર્મચારીઓને એક િવધાનસભા વિસ્તારથી બીજા વિસ્તારમાં લઇ જશે. ત્યાથી ૧૧૯ જેટલી બસ પ્રિસાઇડીગ અને પોલિગ કર્મચારીઓને ફરજના બુથ સુધી પહોચાડશે.