• Gujarati News
  • લોકસભા ચૂંટણીમાં પાટણ બેઠક પર ૃચ્ ’પેરામિલિટરી ફો‌ર્સનો લોખંડી બંદોબસ્ત

લોકસભા ચૂંટણીમાં પાટણ બેઠક પર ૃચ્/’પેરામિલિટરી ફો‌ર્સનો લોખંડી બંદોબસ્ત

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. પાટણ

લોકસભાની પાટણ બેઠક પર આગામી ૩૦ એપ્રિલના રોજ યોજાનારી ચૂંટણીમાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે પાટણ જિલ્લાના મતદાન મથક પર પેરામિલિટરી ફો‌ર્સ અને પોલીસનો લોખંડી બંદોબસ્ત ગોઠવાશે હાલમાં સ્ટેટ આર્મ ફો‌ર્સ, બીએસએફ અને સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરીટી ફો‌ર્સની ટુકડીઓ જિલ્લા મથક ખાતે ઉતારી દેવાઇ છે. શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં ફ્લેગમાર્ચ શરૂ કરવામાં આવી છે.

લોકસભાની ચૂંટણીમાં પાટણ બેઠક અનિચ્છનિય બનાવ ન બને એ માટે મતદારો ભયમુક્ત રીતે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન કરી શકે તે માટે પાટણ જિલ્લાના મતદાન મથકો પર પેરામિલિટરી ફો‌ર્સ અને પોલીસનો લોખંડી બંદોબસ્ત ગોઠવાશે. આ બંદોબસ્તનું એસપી પરિક્ષીતા રાઠોડ જનરલ સુપરવિઝન કરશે. જિલ્લાના ૪૬ ક્રિટીકલ મતદાન બિલ્ડીંગ અને ૧૪ વર્નેબલ ગામો પર પેરામિલિટરી ફો‌ર્સનો દબદબો રહેશે તેવું ડીવાયએસપી એલ.જે. સોલંકીએ જણાવ્યું હતું.