• Gujarati News
  • પાટણમાં મહાસતી જસમા મંદિરે શત્ચંડી ૧૦૮ કુંડી મહાયજ્ઞનો પ્રારંભ

પાટણમાં મહાસતી જસમા મંદિરે શત્ચંડી ૧૦૮ કુંડી મહાયજ્ઞનો પ્રારંભ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. પાટણ
ઐતિહાસિક નગરી પાટણ શહેરમાં રાણકીવાવને અડીને આવેલા મહાસતી જસમા ઓડણ માતાજીના સ્થાનકે સમગ્ર ઓડ સમાજ દ્વારા ત્રિ-દિવસીય ધાર્મિ‌ક મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. જેમાં શનિવારે માતાજીનો ૧૦૮ કુંડી શતચંડી મહાયજ્ઞનો પ્રારંભ થયો હતો. યજ્ઞના દર્શનાર્થે ઓડ સમાજના હજારો લોકો ઉમટી પડયાં હતા.
પાટણ શહેરમાં આવેલા મહાસતી જસમા ઓડણ માતાજીના પ્રાચીન મંદિર ખાતે સમગ્ર ઓડ સમાજ દ્વારા ઉજવવામાં આવી રહેલા ત્રિ-દિવસીય ધાર્મિ‌ક મહોત્સવમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ગુજરાતના કચ્છ, સૌરાષ્ટ્ર, પંચમહાલ, ગોધરા, વડોદરા, ખેડા, નડીયાદ, મહેસાણા, બહુચરાજી સહિ‌ત પંથકમાંથી ઓડ સમાજના હજારો લોકો ઉમટી પડયાં હતા. શહેરના રાજમાર્ગ પરથી વાજતે ગાજતે શોભાયાત્રા નીકળી હતી. જ્યારે શનિવારે સવારે મંદિર પટાંગણમાં શતચંડી ૧૦૮ કુંડી મહાયજ્ઞનો આચાર્ય યજ્ઞેશભાઇ અધ્યારૂએ શાસ્ત્રોક્ત વિધિથી પ્રારંભ કરાવ્યો હતો. રાત્રે સંતવાણી અને લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. રવિવારે આ મહાયજ્ઞની પૂર્ણાહુતિ થશે.