• Gujarati News
  • દેધરોટામાં ઘઉં વાઢવા આવેલો પંચમહાલનો યુવક ગુમ થતાં ચકચાર

દેધરોટામાં ઘઉં વાઢવા આવેલો પંચમહાલનો યુવક ગુમ થતાં ચકચાર

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યુઝ.હિંમતનગર
હિંમતનગર તાલુકાના દેધરોટા ગામે હોળી-ધૂળેટી પર્વ બાદ પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકાના વાડોદર ગામનો એક યુવાન ઘઉં વાઢવા માટે આવ્યો હતો. પરંતુ ગત બુધવારથી તે ગુમ થઇ જતા પરિવારજનો દ્વારા તેની શોધખોળ હાથ ધરાઇ છે.
આ અંગેની વિગત એવી છે કે વાડોદર ગામના ડામોર રમેશભાઇ ચેતનભાઇ હોળી-ધૂળેટીના તહેવારો બાદ હિંમતનગર તાલુકાના દેધરોટા ગામે ઘઉં વાઢવા માટે તેના પિતા અને ભાઇ સાથે આવ્યો હતો. દરમિયાન બુધવારે તે અચાનક ગુમ થઇ જતાં પરિવારજનો દ્વારા તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે.