• Gujarati News
  • ટ્રેઇલરની પાછળ ડમ્પર ઘૂસી જતાં ચાલકનું મોત

ટ્રેઇલરની પાછળ ડમ્પર ઘૂસી જતાં ચાલકનું મોત

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. પાટણ
સાંતલપુર હાઇવે પર પીપરાળા ગામના બસ સ્ટેન્ડ નજીક ગુરુવારે વહેલી સવારે એક ટ્રેઇલર પાછળ ડમ્પર ઘૂસી જતાં ડમ્પરના ચાલકનું કમકમાટીભર્યું મોત થયું હતું.
પીપરાળા ગામના બસ સ્ટેન્ડથી ચેક પોસ્ટની વચ્ચે હાઇવે પરથી ગુરુવારે વહેલી સવારે એક ટ્રેઇલર પસાર થઇ રહ્યું હતું. તે વખતે ટ્રેઇલરની પાછળના ભાગે એક ડમ્પર ((જીજે-૧રએજે-૩૯૩૪)) ઘૂસી જતાં ધડાકાભેર અકસ્માત સર્જા‍યો હતો અને ડમ્પરના ચાલક અંજાર તાલુકાના ચંડીયાગામના રવજીભાઇ મેઘરભાઇ મહેતા ((આયર))નું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતું. ઘટનાસ્થળે પોલીસ દોડી જઇ કાર્યવાહી હાથ ધરી હતી.