• Gujarati News
  • બજારમાં ટ્રાન્સફોર્મરનો કેબલ સળગતાં વીજ પુરવઠો ખોરવાયો

બજારમાં ટ્રાન્સફોર્મરનો કેબલ સળગતાં વીજ પુરવઠો ખોરવાયો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણ : પાટણ શહેરના હિંગળાચાચર ચોક નજીક વીજ ડીપીના સર્વિ‌સ કેબલ બુધવારે સવારે ૯-૩૦ વાગ્યાના અરસામાં એકાએક સળગ્યો હતો. જેથી ટ્રાન્સફોર્મરના રેડીએટરમાં કાણુ પડતાં ઓઇલ લીકેજ થઇને વહી ગયું હતું. આ બનાવને પગલે આસપાસના લારીધારકો દોટ મૂકીને ચાલ્યા ગયા હતા. રેડીએટરમાં ઓઇલનું
લેવલ ઘટતાં વીજ કંપનીની ટીમે મેન્ટેનન્સ શરૂ કર્યું હતું. જેને પગલે ગણપતિની પોળ, ઘીવટાના ભેંસાતવાડા અને હિંગળાચાચર બજારમાં ભર બપોરે ત્રણ કલાક વીજ પુરવઠો બંધ રહ્યો હતો.