• Gujarati News
  • આંગણવાડીના ભૂલકાં માટેની સામગ્રીની ચોરી

આંગણવાડીના ભૂલકાં માટેની સામગ્રીની ચોરી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. પાટણ
આંગણવાડીઓમાં નાના ભૂલકાંઓ માટે દાતાઓ દ્વારા સખાવતો કરવામાં આવતી હોય છે ત્યારે તસ્કરો આવાં બાળકો માટેની ચીજો તફડાવી જતાં પણ અચકાતા નથી. સાંતલપુર તાલુકાના મઢુત્રા ગામે આવેલા આંગણવાડી કેન્દ્રમાં તાળુ તોડીને ચીજવસ્તુઓની ચોરી થતાં ગામમાં સનસનાટી ફેલાઇ હતી.
કોઇ અજાણ્યો તસ્કર બાળકો માટેની સ્ટીલની ડીસ નંગ ૬૦, વાડકી નંગ-૬૦, પવાલા નંગ-પપ, સોયાબીન તેલ સાત કિલો, સ્ટીલની બરણી એક મળી રૂ. ૨૦૮૩ની કિંમતની સામગ્રી ચોરી કરી ગયા છે. જેમાં આંગણવાડી કાર્યકર ઉષાબેન અમરતભાઇ પરમારે સાંતલપુર પોલીસ મથકે ફરીયાદ આપતાં પોલીસે તપાસ હાથ ધરી છે.