• Gujarati News
  • માંકણજના એસટીચાલકનું આકસ્મિક મોત

માંકણજના એસટીચાલકનું આકસ્મિક મોત

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ.મહેસાણા
જંબુસર એસ.ટી. ડેપોમાં ફરજ પર જઇ રહેલા ડ્રાયવરનું શુક્રવારે સવારે મેવડ ટોલટેક્ષ પાસે આકસ્મિક મોત થયું હતું.
મહેસાણા નજીકના માંકણજ ગામે રહેતા ગણપતસિંહ કુબેરસિંહ ઝાલા ((૩પ)) ભરૂચ ડિવિઝનના જંબુસર એસ.ટી. ડેપોમાં ડ્રાયવર તરીકે ફરજ બજાવતા હતા. શુક્રવારે સવારે ૯ કલાકે તેઓ બસમાં બેસીને નોકરીના સ્થળે જવા નીકળ્યા હતા. આ દરમિયાન મેવડ ટોલટેક્ષ પાસે પહોંચ્યા ત્યારે તેમને છાતીમાં દુ:ખાવો થતાં ૧૦૮ એમ્બ્યુલન્સમાં મહેસાણાની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. આ અંગે મહેસાણા તાલુકા પોલીસે અકસ્માત મોત અન્વયે નોંધ કરી છે.