• Gujarati News
  • છાત્રોને નિબંધ લખવાની મજા પડી

છાત્રોને નિબંધ લખવાની મજા પડી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધો. ૧૦માં ગુજરાતીના પેપરમાં પરીક્ષાર્થીઓએ વૃક્ષનું જતન, આબાદ વતન તેમજ ભારતીય સંસ્કૃતિના જ્યોતિર્ધર સ્વામી વિવેકાનંદ વિષય પૈકી એક વિષય પર નિબંધ લેખન કરવાનું હતું. જેમાં વૃક્ષનું જતન વિષય સહેલો લાગતાં નિબંધમાં મજા આવ્યાનું અર્પિ‌ત પ્રજાપતિ, નિકુલ ચૌધરી, અક્ષય પટેલ, વિશાલ ચૌધરી વગેરે વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું. સ્વામી વિવેકાનંદ વિષે વાંચ્યું હોય તો બરોબર લખી શકાય, જ્યારે વૃક્ષ જતનમાં પર્યાવરણનું આલેખન સરળતાથી કરી શક્યાનું જણાવ્યું હતું.
બહુ વિકલ્પી હેતુલક્ષી પ્રશ્નોએ વિચારતા કર્યા
ગુજરાતીના ૧૦૦ માક્ર્‍સના પેપરમાં એક એક માક્ર્‍સના પ૦ પ્રશ્નો બહુ વિકલ્પી હેતુલક્ષી પૂછાયા હતા. જેમાં વ્યાકરણને લગતા પ્રશ્નોના જવાબ નક્કી કરવા કેટલાક પરીક્ષાર્થીઓ અટવાયા હતા. બપોરે વિજ્ઞાન પ્રવાહમાં ભૌતિક શાસ્ત્રનું પેપર પરીક્ષાર્થીઓને સહેલુ લાગ્યું હતું. દાખલ સહેલા પૂછાયાનું વિદ્યાર્થી જય પટેલે જણાવ્યું હતું.