• Gujarati News
  • મોબાઇલ ઉપાડતાં યુવકની ઓળખ થઇ

મોબાઇલ ઉપાડતાં યુવકની ઓળખ થઇ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોબાઇલ ઉપાડતાં યુવકની ઓળખ થઇ
નર્મદા નહેર પર રણકતો ફોન ગૌશાળાના સેવકોએ ઉપાડતાં સામે છેડેથી દિયોદર તાલુકાના ચાળવા ગામના શૈલેષભાઇ દેવસીભાઇ ભાટ ((૨૪))ના પરિવારજનો બોલતાં તેમને હકીકતથી વાકેફ કરાયા હતા. આથી તેઓ નહેર પર દોડી આવ્યા હતા.
યુવક સવારમાં બજારમાં દેખાયો : પોલીસ
યુવકના પરિવારજનોએ શૈલેષ મંગળવારે બપોરે બે વાગ્યા પછી થરાદના જેતડા ગામેથી ઢુંઢ પ્રસંગમાં હાજર રહ્યા બાદ અચાનક ગુમ થયો હતો. જેનો ફોન પણ તે ઉપાડતો ન હતો. જ્યારે પોલીસે તપાસ હાથ ધરતાં બુધવારે સવારમાં સાડા આઠ વાગ્યે શહેરના શાકમાર્કેટમાં એક શાકભાજીવાળાએ તેને જોયો હોવાનું જણાવ્યું હતું. આથી તે નહેરમાં કે બહાર છે તે વાતથી પોલીસ માટે ભારે મૂંઝવણ અને રહસ્ય પેદા થયું હતું.