• Gujarati News
  • પાન નં ૭નું અનુસંધાન...

પાન નં-૭નું અનુસંધાન...

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણમાં શેરબજાર...
પોલીસની ટીમે તપાસ કરતાં બુધવારે પાટણ બસ સ્ટેશનમાંથી સોહિ‌લ મહેબુબભાઇ શેખ રહે. પાટણ રેલવે સ્ટેશન બદરીયા મસ્જિદ અને ભૈરવનગર પાસે શ્રીજી પાર્કમાં રહેતો એક સગીરવયનો શખ્સ મળી આવ્યો હતો. મોબાઇલ આધારે આ શખ્સોને એલસીબી પોલીસે પકડયા હતા અને પૂછપરછ કરતાં બંને શખ્સોએ શેરબજારની ઓફિસમાં બારીમાંથી પ્રવેશ કરી લેપટોપ, મોબાઇલ સહિ‌તની મત્તા ચોરી કર્યાનું કબૂલ કર્યું હતું. આ બંને શખ્સોને બી ડિવિઝન પોલીસને સોંપાયા હતા.
શખ્સોએ ચોરીનો મુદ્દામાલ અન્યને સોંપેલો : આ બંને શખ્સોએ ચોરીનો મુદ્દામાલ મોટીસરામાં રહેતાં ચેતનકુમાર મફતલાલ પરમારને આપેલો હતો. પોલીસને પૂછપરછ દરમિયાન આ હકીકત મળતાં ચેતન પરમાર પાસેથી મુદ્દામાલ કબજે કર્યો હતો.