• Gujarati News
  • રીક્ષામાં ક્રુરતાપૂર્વક બાંધી પાડાને લઇ જતા બે શખ્સ વિરુધ્ધ ફરિયાદ

રીક્ષામાં ક્રુરતાપૂર્વક બાંધી પાડાને લઇ જતા બે શખ્સ વિરુધ્ધ ફરિયાદ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિસનગર : વિસનગર તાલુકા પોલીસે ગણેશપુરા ગામની સીમમાંથી રીક્ષામાં ક્રુરતાપૂર્વક બાંધીને લઇ જતા પાડા સાથે બે શખ્સોની તપાસ હાથ ધરતાં રીક્ષામાં પાડા માટે ઘાસચારો કે પાણીની સગવડ કરેલ ન હોય બંન્ને ધરપકડ કરી તેમની વિરુધ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ
ધરી છે.
વિસનગર તાલુકા ઇન્ચાર્જ પી.આઇ. એ.એન.ગઢવી, પોકો પ્રવિણભાઇ સહિ‌તનો સ્ટાફ તાલુકાના ભાલક ગામ નજીક પેટ્રોલીંગ કરી રહ્યો હતો તે દરમિયાન ભાલકથી ગણેશપુરા જતા રોડ ઉપર એક સીએનજી રીક્ષા પસાર થતાં તેને અટકાવી તપાસ હાથ ધરી હતી જ્યાં રીક્ષામાં ક્રુરતાપૂર્વક પાડો બાંધ્યો હતો અને તેના માટે પાણી કે ઘાસચારની સગવડ કરેલ ન હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે તેમની પૂછપરછ કરતાં તેમનું નામ નોસારહુસેન નસીબખાન શેખ અને વસીમહુસેન ઉસ્માનમીયાં રહે. બંન્ને રાલીસણા હોવાનું જણાવ્યું હતું. પોલીસે રીક્ષા સાથે બંન્ને શખ્સોની અટકાયત કરી તેમની વિરુધ્ધ ગુનો દાખલ કર્યો છ.