તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • ~ ૬૨ લાખની લૂંટના આરોપી ઝબ્બે

~ ૬૨ લાખની લૂંટના આરોપી ઝબ્બે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ ડીસા
પંચમહાલ જિલ્લાના સંતરામપુર અને લુણાવાડા વચ્ચે અમદાવાદના સોના-ચાંદીના વેપારીઓની દસેક દિવસ અગાઉ રૂ. ૬૨.૨૯ લાખની લૂંટ કરનાર બનાસકાંઠાના ત્રણ સહિ‌ત ચાર આરોપીને પોલીસે ઝડપી લીધા છે. બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના બે અને દિયોદરના એક આરોપીની અટકાયત કરી છે.
આ અંગે મળતી માહિ‌તી મુજબ અમદાવાદના વેપારી વિકાસભાઇ રમણભાઇ મોદી ((રહે, નવરત્ન એવન્યુ, સોલા રેલવે ક્રોસીંગ બ્રીજ નીચે અમદાવાદ)) તથા હર્ષકુમાર પંચીવાલા ((રહે, થલતેજ, ગુલાબ ટાવર)) બંને ટાટા ઇન્ડીકા ગાડી નં.- જીજે-૧-કેએફ-પ૭પપ લઇને રાજસ્થાનના બાંસવાડાથી સોના-ચાંદીના દાગીના ભરી અમદાવાદ આવતા હતા ત્યારે પંચમહાલ જિલ્લાના સંતરામપુરથી લુણાવાડા વચ્ચે તા. ૨૪ ઓક્ટોબરના રોજ એક કાળા કલરની સ્ર્કોપીયો કાર લઇને આવેલા છ જેટલાં શખ્સોએ ઇન્ડીકા ગાડી ઉભી રખાવી મારમારી છરી બતાવી કુલ રૂ.૬૨,૨૯,૦પ૦ના દાગીનાની લૂંટ કરી બંનેને જંગલમાં અવાવરૂ જગ્યાએ ફેંકી નાસી ગયા હતા.
જે અંગેની ફરિયાદ સંતરામપુર પોલીસ મથકે નોંધાતાં પંચમહાલ ડી.એસ.પી. એસ.કે.ગઢવીએ એસ.ઓ.જી. પી.આઇ. સી.સી.ખટાણા અને એલ.સી.બી. પી.આઇ.ને તપાસ સોંપી હતી. જેમાં એસ.ઓ.જી. પી.આઇ. સી.સી.ખટાણાએ બનાસકાંઠામાં આ પ્રકારની ગેંગ હોઇ તપાસ કેન્દ્રીત કરતાં કાંકરેજના ઉણ, થરા, ભાભર, રાધનપુર વિસ્તારમાં કોમ્બીંગ અને રેડ કરતાં કુલ ચાર આરોપી ભુરાભાઇ લેંબાભાઇ ઠાકોર ((રહે, ઉણ, ટેબી ફળીયું, તા. કાંકરેજ)), શંકરભાઇ કરશનભાઇ રબારી ((રહે, તાંતીયાણા, રબારીવાસ, તા. કાંકરેજ)), વિપુલભાઇ નરોત્તમભાઇ સોની ((રહે, દિયોદર, ઓગડનાથ સોસાયટી)) અને અશ્વિન ગીરધરલાલ ખાખી ((ંકંસારા)) ((રહે, અભયદેવ ફ્લેટ, પાલડી, મૂળ રહે, ઝીઝુવાડા, તા. પાટડી, જિ. સુરેન્દ્રનગર))ની ધરપકડ કરી હતી.
પકડાયેલા શખ્સો પાસેથી પોલીસે ૩૧ કિલો ચાંદી, ૧૩૦ ગ્રામ સોનું અને સ્ર્કોપીયો કાર મળી કુલ રૂ. ૩૦ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.