તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • દેત્રોજ પાસેથી પશુ ભરેલી જીપ ઝડપાઇ : ૩ની ધરપકડ

દેત્રોજ પાસેથી પશુ ભરેલી જીપ ઝડપાઇ : ૩ની ધરપકડ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ.રામપુરા((ભંકોડા))
દેત્રોજ પોસ્ટેના પોસઇ રાજુ કરમટિયા, રાજુભાઇ રાણા ((હેકો)) ચંદ્રકાંત, દીપકભાઇ હોમગા‌ર્ડ‌ સહિ‌તની ટીમ દેત્રોજ કડી માર્ગ પર પેટ્રોલિંગ કરી રહી હતી તે દરમિયાન પાટડી તરફથી આવી રહેલી માલવાહન જીપ((બોલેરો))ને થોભાવી તપાસ કરતા તેમાં બે ભેંસો અને એક પાડો મળી આવ્યો હતો. ઘાસચારા પાણીની સુવિધા વગર ટૂંકા દોરડા વડે પશુઓને બાંધી રાખ્યાં હતાં.
પોલીસે બોલેરો જીપ સાથે ભેંસો-પાડાનો કબજો કરી, પશુઓને રામપુરા((ભંકોડા))ની પાંજરાપોળમાં મોકલી દેવાયા હતા.
જ્યારે ઝડપાયેલા મુકેશ જકસી, રમેશ બચુ અને રમેશ મનુ તમામ દેવીપૂજક રહે.સાયલા જિ.સુરેન્દ્રનગરને ઝડપીને તેમની વિરુદ્ધ આગળની કાર્યવાહી શરૂ કરી હતી. તેઓની પાસેથી રોકડ રૂ.૮૭૦૦ અને મોબાઇલ નંગ-૩ કિં.રૂ.૩૦૦૦ જ્યારે ભેંસો-પાડાની કિં.રૂ.રપ૦૦૦, બોલેરો જીપની કિંમત ચાર લાખ સાથે કુલ રૂ.૪૩૬૭૦૦નો મુદામાલ કબજે કરી ત્રણ શખ્સોને જેલહવાલે કર્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ ગુના અંગે વધુ તપાસ દેત્રોજ પોલીસ કરી રહી છે.