તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • લીમડાના વૃક્ષમાં વટવૃક્ષની ડાળીઓ...

લીમડાના વૃક્ષમાં વટવૃક્ષની ડાળીઓ...

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પાટણ તાલુકાના ઘચેલી ગામમાં લીમડાનું અદ્ભૂત અનેરુ વૃક્ષ ચેહરમાતાજીના મંદિરની સમીપે વર્ષોથી તેની એક વિશેષ ખાસીયત સાથે લહેરાઇ રહ્યું છે ઝાડ લીમડાનું છે પણ તેમાં વડલાની ડાળીઓ પણ લહેરાઇ રહી છે. વૃક્ષો મોટેભાગે જમીનમાં ઉગતાં હોય છે ત્યારે અત્રે લીમડાના ઝાડમાં ૧પ ફુટ ઉંચાઇએ વડલો ડાળીઓ નાંખી રહ્યો છે. લીમડાનું ઝાડ ૪૦ વર્ષ જૂનું છે અને વડની ડાળીઓ પંદરેક વર્ષથી લહેરાય છે. લીલાછમ રહે છે તેવું ૭૦ વર્ષિ‌ય શાંતાબેન ઠાકોરે જણાવ્યું હતું. ગામના સરપંચ પણ વર્ષોથી આ દૃશ્યના સાક્ષી હોવાનું જણાવે છે. તસ્વીર : જેણાજી ઠાકોર