• Gujarati News
  • ઊંઝા હાઈવે પર કેનાલમાં ખદબદતી ગંદકીથી લોકો વેપારીઓ પરેશાન

ઊંઝા હાઈવે પર કેનાલમાં ખદબદતી ગંદકીથી લોકો-વેપારીઓ પરેશાન

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ.ઊંઝા
ઊંઝાના હાઈવે પર આવેલી વરસાદી પાણીના નિકાલ માટે બનાવેલી ખુલ્લી કેનાલોમાં છોડાતા ગંદાપાણી અને કચરાના ઢગથી સર્જા‍તી ગંદકી અને દૂગ્ર્‍ાંધથી લોકો ત્રાહિ‌મામ્ પોકારી ઉઠયા છે.
ઊંઝાના હાઈવે પર વરસાદી પાણીના નિકાલ માટે બંને બાજુ ખુલ્લી કેનાલ બનાવાઈ છે. જો કે, આ કેનાલમાં આસપાસના કેટલાક હોટલ તેમજ અન્ય દુકાનદારોએ ગેરકાયદે ગટર જોડાણ કરી ગંદુ પાણી છોડવા ઉપરાંત લોકો કચરો નાખતા હોઈ કેનાલમાં અસહ્ય ગંદકી સર્જા‍ય છે. ગંદકીથી ખદબદતી કેનાલના કારણે હાઈવે પર સર્કલની આસપાસ વાહનોની રાહ જોઈને ઊભા રહેતા મુસાફરો સહિ‌ત લોકો અસહ્ય દૂગ્ર્‍ાંધથી ત્રાહિ‌મામ્ પોકારી ઉઠે છે. આસપાસના લોકોનું આરોગ્ય જોખમાય તેવી દહેશત પણ વ્યક્ત થઈ રહી છે. જેથી આ કેનાલની સફાઈ તેમજ ગેરકાયદે ગટરજોડાણ દૂર કરવાની માંગ પ્રવર્તી રહી છે.
આ બાબતે પાલિકાના ચીફ સેનેટરી ઈન્સ્પેક્ટર અશોકભાઈ પટેલે જણાવ્યું હતું કે, દોઢેક માસ પૂર્વે કેનાલની સફાઈ કરાઈ હતી તેમજ ગેરકાયદે ગટર જોડાણ કરનારા લોકોને મૌખિક સૂચના આપતાં મોટાભાગના લોકોએ જોડાણ દૂર કર્યું હતું. હવે ફરીથી સરવે કરીશું અને કોઈ ગેરકાયદે જોડાણ ચાલુ હશે તો તે બંધ કરાવવા કડક કાર્યવાહી હાથ ધરાશે.