તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • સતલાસણા તા.પં.નું ~૨પ.પ૬ કરોડનું વિકાસલક્ષી બજેટ મંજૂર

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સતલાસણા તા.પં.નું ~૨પ.પ૬ કરોડનું વિકાસલક્ષી બજેટ મંજૂર

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવ પૈકી ઉપસ્થિત સાત સદસ્યોએ સર્વાનુમતે બજેટને મંજૂરી આપી
ભાસ્કર ન્યૂઝ.ખેરાલુ
સતલાસણા તાલુકા પંચાયતના સભાખંડમાં મંગળવારે બપોરે મળેલી સામાન્ય સભામાં વર્ષ ૨૦૧૪-૧પનું રૂ.૨પ.પ૬ કરોડનું વિકાસલક્ષી બજેટ મંજૂર કરાયું હતું.
તાલુકા પંચાયતના ઇન્ચાર્જ પ્રમુખ વિનુસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં અને તાલુકા વિકાસ અધિકારી બી.એમ.મોઢની ઉપસ્થિતિમાં મંગળવારે પંચાયતની સામાન્ય સભા મળી હતી. જેમાં સને ૨૦૧૩-૧૪ના સુધારેલા અંદાજપત્ર મુજબ ઉઘડતી સિલક રૂ.૩.પપ કરોડ તેમજ સુધારેલ ખર્ચ રૂ.૨પ.૦૧ કરોડની જોગવાઇ અને પુરાંત રૂ.૧.૯૧ કરોડના અંદાજ સાથે સ્વભંડોળની પુરાંત રૂ.૨.૪૦ લાખનો અંદાજ રજૂ કરવામાં આવ્યો હતો. જ્યારે વર્ષ ૨૦૧૪-૧પમાં રૂ.૨પ.પ૬ કરોડની અંદાજિત આવક સામે ખર્ચ રૂ.૨૬.૧૬ કરોડની જોગવાઇઓ સાથે ૨૦૧૪-૧પના વર્ષના અંતે રૂ.૧.૩૭ કરોડની પુરાંતવાળુ તેમજ સ્વભંડોળની સિલક રૂ.૧.૪૦ લાખની પુરાંત સાથેનું બજેટ રજૂ થતાં પંચાયના નવ સદસ્યો પૈકી સભામાં હાજર ૭ સદસ્યોએ બજેટને સર્વાનુમતે મંજૂરી આપી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

વધુ વાંચો