• Gujarati News
  • નાનીદાઉ રેલવે ફાટક પાસેથી યુવાનનો મૃતદેહ મળ્યો

નાનીદાઉ રેલવે ફાટક પાસેથી યુવાનનો મૃતદેહ મળ્યો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા : તાલુકાના નાનીદાઉ રેલવે ફાટક પાસે શનિવારે બપોરે ૧૨.૩૦ કલાકે યુવાનની લોહીં નીતરતી હાલતમાં મળી આવેલી લાશે ચકચાર જગાવી હતી. ઘટનાની જાણ નાનીદાઉ ગામના સરપંચે રેલવે વિભાગ તેમજ મહેસાણા તાલુકા પોલીસ મથકમાં કરતાં પોલીસે તપાસ હાથ ધરી હતી. જેમાં અત્રેથી પસાર થયેલી ટ્રેનની અડફેટે યુવાનનું મોત નિપજ્યું હોવાનું પ્રથમ તબક્કે મનાઇ રહ્યું છે. તાલુકા પોલીસે શહેરની સિવિલમાં લાશનું પોસ્ટમો‌ર્ટમ કરાવ્યા બાદ તેની ઓળખના પ્રયાસ હાથ ધર્યા છે.