• Gujarati News
  • ઉ.ગુ. ૪૩ ડિગ્રી કાળઝાળ ગરમીમાં શેકાયું

ઉ.ગુ. ૪૩ ડિગ્રી કાળઝાળ ગરમીમાં શેકાયું

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ.મહેસાણા, ડીસા, પાટણ
આરંભથી જ આકરા બનેલા ઉનાળામાં ગત સાહે અપર એર સાઇક્લોન સરક્યુલેશની અસરના કારણે જુદા જુદા વિસ્તારોમાં વાવાઝોડા સાથે વરસાદ ખાબકતાં તાપમાનનો પારો નીચો આવ્યો હતો. જો કે, ચાલુ સાહે આકાશ સ્વચ્છ રહેતાં ફરીથી ગરમીનું મોજું ફરી વળ્યું છે. જેમાં શનિવારે ડીસા અને મહેસાણામાં મહત્તમ ૪૩ ડિગ્રી સેલ્સિયસ તાપમાન સાથે ઉ.ગુ.માં લોકો દેહદઝાડતી ગરમીમાં શેકાયા હતા.
આ વર્ષે ઉનાળાની શરૂઆત જ આકરા તાપથી થઈ છે. જો કે, બે ત્રણ વખત હવામાનમાં આવેલા પલટાના કારણે ગરમીની અસરમાં વધ-ઘટ થતી રહી હતી. જેમાં ગત સાહે ગુજરાતમાં અપર એર સાઇક્લોન સરક્યુલેશની અસરના કારણે રાજ્યમાં વાવાઝોડા તેમજ પવનની સાથે ભારેથી હળવા વરસાદી ઝાપટા અને કરા પડતા વાતાવરણ ડહોળાયેલું રહ્યું હતું. જેના કારણે ગરમીની અસરથી ત્રસ્ત લોકોને રાહત થઇ હતી. વાતાવરણના પલટાના કારણે ઉ.ગુ.માં કેટલાક સ્થળે ૪૪ ડિગ્રી સેલ્સિયસ જેટલો ઊંચે પહોંચેલો ગરમીનો પારો ગત સાહમાં ઘટીને ૪૦ ડિગ્રીની અંદર આવી ગયો હતો. પરંતુ સોમવારથી અપર એર સાઇક્લોન સરક્યુલેશનની અસર ખતમ થતાં આકાશ સ્વચ્છ રહેતાં ફરીથી દેહદઝાડતી ગરમીમાં પ્રતિદિન વધારો નોંધાઈ રહ્યો છે. શનિવારે સવારથી જ આકાશમાંથી અગનગોળા વરસવાનું શરૂ થઈ ગયું હતું અને બપોર પછી તો રોડ પર દેહદઝાડતી ગરમીથી તો ઘરમાં બફારાથી લોકો ત્રાહિ‌મામ્ પોકારી ઉઠયા હતા. ડીસા હવામાન કચેરી ખાતે શુક્રવારે તાપમાન ૪૧.૮ ડિગ્રી અને શનિવારે ૪૩.૦ ડિગ્રી નોંધાયું હતું. જ્યારે મહેસાણામાં ૪૩ ડિગ્રી, ઈડરમાં ૪૨.૮ ડિગ્રી તેમજ પાટણમાં મહત્તમ તાપમાનનો આંક ૪૨ ડિગ્રીને પાર કરી ગયો હતો.