• Gujarati News
  • મહેસાણા પાલિકાની સામાન્ય સભા બે મિનિટમાં આટોપાઇ

મહેસાણા પાલિકાની સામાન્ય સભા બે મિનિટમાં આટોપાઇ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ.મહેસાણા
મહેસાણા નગરપાલિકાના નવા બનેલા એસી સભાખંડમાં સોમવારે સાંજે ઔપચારિકતા ખાતર મળેલી સામાન્ય સભા માત્ર બે મિનિટમાં જ પૂર્ણ થઈ ગઈ હતી.
નગરપાલિકાના સભાખંડમાં સોમવારે સાંજે સામાન્ય સભા પ્રમુખના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. પાલિકાના સભાખંડનું રિનોવેશન ચાલતું હોઈ છેલ્લી કેટલીક સભાઓ જિલ્લા પંચાયતના હોલમાં યોજાતી હતી ત્યારે હવે પાલિકાનો એસી, પ્રોજેક્ટર સહિ‌તની સુવિધાવાળો નવો સભાખંડ તૈયાર થઈ ગયો હોઈ અહીં સભા યોજાઈ હતી. જો કે, ચૂંટણીની આચાર સંહિ‌તા હોઈ સભાના એજન્ડામાં કોઈ નવા મુદ્દાનો સમાવેશ કરાયો નહોતો. પરંતું ગત પમી માર્ચે યોજાયેલી બજેટની ખાસ સાધારણ સભામાં સર્વાનુમતે મંજુર કરાયેલા બજેટના મુદ્દાને બહાલી આપી સભા પૂર્ણ જાહેર કરાઈ હતી. ઉલ્લેખનિય છે કે, ચૂંટણીનો માહોલ અને સભામાં કોઈ નવા કામ કે મુદ્દા ચર્ચાવાના ન હોઈ ૪૨ પૈકી માત્ર ૨૭ જેટલા નગરસેવકો જ હાજર રહ્યા હતા. ચીફ ઓફિસરે જણાવ્યું હતું કે, નગરપાલિકા અધિનિયમ મુજબ એપ્રિલમાં સામાન્ય સભા બોલાવવી ફરજિયાત હોઈ સભા રાખી હતી.