• Gujarati News
  • ઉ.ગુ.તાપથી ઉકળ્યું, મહેસાણા ૪૪, ડીસા ઇડરમાં ૪૪.૦૬ ડિગ્રી

ઉ.ગુ.તાપથી ઉકળ્યું, મહેસાણા ૪૪, ડીસા-ઇડરમાં ૪૪.૦૬ ડિગ્રી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ.મહેસાણા
મહેસાણા શહેર સહિ‌ત જિલ્લામાં છેલ્લા બે દિવસથી તોબા પોકારાવતી ગરમીએ સોમવારે તો હદ કરી હતી. રવિવારે ૪૩ ડિગ્રીએ તપ્યા બાદ સોમવારે સૂર્યદેવે ભારે કોપ ઉતાર્યો હતો અને મહત્તમ તાપમાન ૪૪ ડિગ્રી સે. નોંધાયું હતું. અસહ્ય ગરમીને લીધે સવારના ગણત્રીના કલાકોને બાદ કરતાં મોડી સાંજ સુધી શરીર દઝાડતી ગરમી અને લૂ અનુભવાઇ હતી. તો ડીસા અને ઇડરમાં પણ ૪૪.૦૬ ડિગ્રી ગરમીનો પારો નોંધાયો હતો. સોમવારે આકાશમાંથી રીતસરની અગનજ્વાળોઓ આવતાં લોકો ત્રાહીમામ પોકારી ઉઠયા હતા. બપોરે ગરમીનો પારો ૪૪ ડિગ્રીએ પહોંચ્યો હતો. લૂને પગલે ભારે અકળામણ અનુભવાઇ હતી. સવારના ગણત્રીના કલાકોને બાદ કરતાં મોડી સાંજ સુધી ગરમીનું સામ્રાજ્ય રહ્યું હતું.