• Gujarati News
  • કોંગ્રેસની રેલીમાં હાથ મારનારી ટોળકીના ચાર આરોપી ઝડપાયા

કોંગ્રેસની રેલીમાં હાથ મારનારી ટોળકીના ચાર આરોપી ઝડપાયા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ.મહેસાણા
અઢાર દિવસ અગાઉ કોંગ્રેસના ઉમેદવારની રેલીમાં ખિસ્સાં કાપનાર ટોળકીના ચાર સાગરિતો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના હાથે ઝડપાઇ જતાં મહેસાણા પોલીસે તેમનો ટ્રાન્સફર વોરંટને આધારે કબજો મેળવી વધુ પૂછપરછ હાથ ધરી છે.
મહેસાણા લોકસભા ચૂંટણી અંતર્ગત કોંગ્રેસના ઉમેદવાર રેલી સ્વરૂપે ફોર્મ ભરવા જઇ રહ્યા હતા ત્યારે રેલીમાં જોડાયેલા કેટલાક વ્યકિતઓના ખિસ્સા હળવા થયાની ફરિયાદ ઉઠી હતી. જેમાં મહેસાણા તાલુકા કોંગ્રેસ પ્રમુખ અજીતભાઇ મકવાણાના ખિસ્સામાંથી રોકડ રૂ.૨૮ હજાર તેમજ વિવિધ ત્રણ બેંકોના એટીએમ મુકેલ પાકીટની ચોરી થયું હતું. જેમાં ચોર ટોળકીએ એટીએમ કા‌ર્ડ‌નો ઉપયોગ કરી બેંકમાંથી સમયાંતરે ત્રણ વખત રૂ.૨૦ હજાર ઉપાડી છેતરપીડી આચરી હતી. તાજેતરમા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના હાથે ઝડપાયેલા મુકેશ ભીખાભાઇ મારવાડી, અનિલ નાલેકરામ સિંધી, કિશન ઉમરાજી ભાઠી અને ડાહ્યાભાઇ ખીમજી સોલંકીએ આ ચોરીની કબુલાત કરતાં મહેસાણા એ ડિવિજન પીએસઆઇ આર.જે.રાણાએ તેમનો ટ્રાન્સફર વોરંટને આધારે કબજો મેળવી આગળની કાર્યવાહી હાથ ધરી છે. નોધનીયછે કે, આ ટોળકીએ વડોદરામાં નરેન્દ્ર મોદીની રેલી સમયે પણ અનેક વ્યકિતઓના ખિસ્સા કાપ્યા હોવાનું તપાસ દરમિયાન ખુલ્યું છે.