• Gujarati News
  • મોડી રાત્રે મહેસાણા એપીએમસીમાં ફ્રૂટના ગોડાઉનમાં આંગમોડીરાત્રે આંગના બનાવને પગલે વેપારીઓ તેમ

મોડી રાત્રે મહેસાણા એપીએમસીમાં ફ્રૂટના ગોડાઉનમાં આંગમોડીરાત્રે આંગના બનાવને પગલે વેપારીઓ તેમજ શ્રમીકોના જીવ તાળવે ચોટયાફાયર બ્રિગેડની મદદથી કલાકો બાદ આગને કાબુમાં લેવાઇ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફાયર બ્રિગેડની મદદથી કલાકો બાદ આગને કાબુમાં લેવાઇ
ભાસ્કર ન્યૂઝ.મહેસાણા
મહેસાણા એપીએમસીમાં આવેલા ફ્રૂટના એક ગોડાઉનમાં શનિવારે રાત્રે ૧૨-૦૦ કલાકે અચાનક આગ પ્રસરતાં નજીકમાં સૂઇ રહેલા શ્રમિકોના જીવ તાળવે ચોટયા હતા. ફાયર બ્રિગેડની મદદથી કલાકો બાદ આગને કાબુમાં લેવા પ્રયાસ કરાયો હતો. બીજી બાજુ આગની ઘટનાને પગલે પોલીસ કાફલો અહીં દોડી આવ્યો હતો અને આગની જ્વાળાઓ અન્ય ગોડાઉનમાં ન લાગે તે માટેના પ્રયાસો હાથ ધર્યા હતા.
મહેસાણા એપીએમસીના ફ્રૂટ માર્કેટમાં આવેલા જીતેન્દ્રભાઇ પવનદાસના ગોડાઉનમાં શનિવારે રાત્રે ૧૨ કલાકે કોઇ અગમ્ય કારણોસર આગ લાગતાં ગણતરીના સમયમાં સળગવાની તીવ્ર વાસ તેમજ ધુમાડાના ગોટેગોટા પ્રસરતાં અહીં ગોડાઉન નજીક સૂઈ ગયેલા શ્રમિકોમાં ફફડાટ પ્રસર્યો હતો. ફ્રૂટ ગોડાઉનમાં આગ લાગી હોવાની જાણ થતાં જ તેના માલિક સહિ‌ત દોડી આવ્યા હતા. પરંતુ ઉતાવળમાં ગોડાઉનના શટરના તાળાની ચાવી લાવવાનું ભુલી જતાં હાજર વ્યકિતઓએ તાળું તોડી નાખ્યું હતું અને તાત્કાલિક વીજ કંપનીને જાણ કરી હતી. આગ લાગી હોવાની જાણ થતાં જ મહેસાણા એ ડિવિજન સહિ‌તની પોલીસનો કાફલો ખડકાઇ ગયો હતો. જ્યારે મહેસાણા નગરપાલિકા તેમજ ઓએનજીસીનાં ફાયર ફાઈટરો આવી જતાં ભારે જહેમત બાદ આગ કાબુમાં આવી હતી. આગ કાબુમાં આવતાં હાજર તમામે રાહતનો દમ લીધો હતો. નોંધનીય છે કે, અહીં ફ્રૂટનાં ગોડાઉન મિની કોલ્ડ સ્ટોરેજના રૂપે ઉપયોગમાં લેવાતાં હોઇ અહીં રહેલા ગેસના બાટલા ફાટવાની પણ દહેશત પણ પ્રસરી હતી.