• Gujarati News
  • કોલેજની હોસ્ટેલના રૂમમાંથી બે વિદ્યાર્થીઓનાં લેપટોપ ચોરાયાં

કોલેજની હોસ્ટેલના રૂમમાંથી બે વિદ્યાર્થીઓનાં લેપટોપ ચોરાયાં

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હોસ્ટેલના રૂમ તેમજ લોકરનું તાળું તોડી લોકરમાંથી તસ્કરો બે લેપટોપ ચોરી ગયા
ભાસ્કર ન્યૂઝ.મહેસાણા
ખેરવા ગણપત યુનિ.ની કોલેજની હોસ્ટેલના રૂમના દરવાજા તેમજ લોકરનું તાળું તોડી અજાણ્યા શખ્શો બે વિદ્યાર્થીઓનાં લેપટોપ ચોરી જવાની ઘટનાએ અન્ય વિદ્યાર્થીઓમાં ફફડાટ પ્રસરાવ્યો છે. આ અંગે મહેસાણા તાલુકા પોલીસમાં ગુનો નોંધાતાં તપાસ હાથ ધરાઇ છે.
ઇડર તાલુકાના મોહનપુરા ગામે રહેતો પ્રફુલ અમરતભાઇ પટેલ ખેરવા ગણપત કોલેજમાં બીટેક ઇસીના અભ્યાસક્રમના ચોથા સેમેસ્ટરમાં અભ્યાસ કરે છે અને અહીં ઉમા હોસ્ટેલમાં અન્ય સાથી મિત્રો સાથે રહે છે. શુક્રવારે સવારે ૧૦-૩૦ કલાકે તે તેના રૂમ પા‌ર્ટનર તેમજ ગામના અજય હરેશભાઇ પટેલ સાથે કોલેજમાં અભ્યાસ માટે ગયો હતો અને બપોરે ૧ કલાકે તે હોસ્ટેલમાં પરત ફર્યો ત્યારે રૂમના દરવાજાનું તેમજ પોતાનું અને મિત્ર અજયના લોકરનું તાળું તુટેલું જોઇ ચોંકી ગયો હતો. બન્ને મિત્રોએ તેમના લોકરમાં મુકેલાં કુલ રૂ.૪૦ હજારની કિંમતના બે લેપટોપની ચોરી થઇ હોવાનું સ્પષ્ટ થતાં જ હોસ્ટેલ સત્તાવાળાઓને બનાવની જાણ કરી મહેસાણા તાલુકા પોલીસ મથકમાં ચોરીનો ગુનો નોંધાવ્યો હતો. નોંધનીય છે કે, બન્ને વિદ્યાર્થીઓનાં જ લોકરનું તાળું તોડી લેપટોપની ચોરી કરનાર અહી રહેતો કોઇ વિદ્યાર્થી જ હોવાનું માનતી પોલીસે તે દિશામાં તપાસનો દોર લંબાવ્યો છે.