• Gujarati News
  • પ લાખની ગાડીમાટે પતિએ પત્નીને તગેડી

પ લાખની ગાડીમાટે પતિએ પત્નીને તગેડી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ.મહેસાણા
મહેસાણાના યુવાને લગ્નના માત્ર ત્રણ મહિ‌ના દરમિયાન યુવતીને અસહ્ય ત્રાસ આપી ગાડી માટે રૂ.પ લાખ પિયરથી લઇ આવવા દબાણ કરી ઘરમાંથી તગેડી મૂકવાનો બનાવ પોલીસ મથકમાં પહોચ્યો છે. ભોગ બનનાર યુવતીએ મહેસાણા એ ડિવિજન પોલીસ મથકમાં પતિ સહિ‌ત ૭ સાસરીયાં વિરુદ્ધ ગુનો નોંધાવતાં પોલીસે તપાસ હાથ ધરી છે.
વિસનગરની યુવતીનાં લગ્ન ૧૧ માસ અગાઉ મહેસાણાના ધોબીઘાટ વિસ્તારમાં આવેલી વિનય સોસાયટીમાં રહેતા જીતેન્દ્ર પ્રિયવદન વ્યાસ સાથે થયાં હતાં. લગ્નના માત્ર પંદર દિવસ બાદ ઘરકામ બાબતે પતિ તેમજ સાસુ દ્વારા અવારનવાર મ્હેણાં મારી માર મારવામાં આવતો હતો. રોજબરોજના ત્રાસથી કંટાળેલી પરિણીતાએ પિતાને સમગ્ર બાબતથી માહિ‌તગાર કરતાં તેઓએ પુત્રીનો સંસાર ન બગડે તે માટે તેને સમજાવીને પરત કરી હતી. જો કે, લગ્નના ત્રણ મહિ‌ના બાદ પતિ સહિ‌ત સાસરીયાંએ ગાડી માટે રૂ.પ લાખ દહેજ પેટે પિયરથી લઇ આવવાનું કહીં તેણીને ઘરમાંથી તગેડી મૂકી હતી.
ત્યાર બાદ પિયરમાં રહેતી યુવતીને ગત ૧૪ એપ્રિલે તેના માતા-પિતા મહેસાણા સાસરીમાં મૂકવા આવ્યા ત્યારે તેના પતિ સહિ‌તે તમામને ધક્કો મારી ઘરના દરવાજા બંધ કરી દેતાં તેઓની હાલત દયનીય બની જવા પામી હતી. સાસરીયાંના ત્રાસથી કંટાળેલી યુવતીએ આખરે એ ડિવિજન પોલીસ મથકમાં આપેલા નિવેદનના આધારે પીએસઓ ભરતભાઇએ ૭ શખ્શો વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.