• Gujarati News
  • સંક્ષિપ્ત સમાચાર આજે લેવા

સંક્ષિપ્ત સમાચાર આજે લેવા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા : તાલુકાના ચલુવા ગામે જોગણી તથા શીતળા માતાજીનાં મંદિરનું નિર્માણ કરાયા બાદ ત્રિ દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઊજવાયો હતો. મંગળવારથી આરંભાયેલા આ મહોત્સવ અંતર્ગત નવકુંડાત્મક યજ્ઞ, શોભાયાત્રા, રાસ ગરબા, આરતી સહિ‌ત વિવિધ ધાર્મિ‌ક પૂજનો અને સાંસ્કૃતિ કાર્યક્રમોમાં ભાવિકો ઉમટી પડયા હતા. ગુરુવારે જોગણી માતાજી, ગણપતિ દાદા, શીતળા માતાજી, બળીયા દેવ તથા હનુમાનજી મહારાજની પ્રતિષ્ઠા ભારે ઉત્સાહ અને શ્રદ્ધાપૂર્વક કરાઇ હતી. સમસ્ત ગ્રામજનોએ મહોત્સવને સફળ કરવા જહેમત ઉઠાવી હતી અને મહોત્સવને લઈને ગામમાં અનોખું ધાર્મિ‌ક વાતાવરણ સર્જા‍યું હતું.