• Gujarati News
  • કડીના ભાલ્કી ગામે જુગાર રમતા પાંચ શખ્સો ઝડપાયા

કડીના ભાલ્કી ગામે જુગાર રમતા પાંચ શખ્સો ઝડપાયા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બાતમીના આધારે બાવલુ પોલીસે રેડ કરી
પોલીસે રોકડ રૂ ૩૩૦૨પ સહિ‌ત મુદ્દામાલ જ કર્યો
ભાસ્કર ન્યૂઝ.મહેસાણા
કડી તાલુકાના ભાલ્કી ગામે જાહેરમાં જુગાર રમાતો હોવાની ચોક્કસ માહિ‌તીને આધારે બાવલુ પોલીસે ગુરૂવારે અહીં રેડ કરી રોકડ રૂ ૩૩,૦૨પ સાથે પાંચ શખ્સોને ઝડપ્યા હતા. આ અંગે બાવલુ પોલીસ મથકમાં ગુનો નોંધાતા તપાસ હાથ ધરાઇ છે.
કડી તાલુકાના ભાલ્કીગામે કેટલાક વ્યકિતઓ લાંબા સમયથી જાહેરમા જુગાર રમતા હોવાની ચોક્કસ માહિ‌તીને આધારે બાવલુ પીએસઆઇ પટેલે ગુરૂવારે બપોરે અહી ઓચિંતી રેડ કરી હતી. રેડ દરમિયાન પોલીસને જોઇને જુગારીઓ ભાગ્યા હતા જ્યારે ગામજનોના ટોળા જામ્યા હતા.પોલીસે જુગારધામ પરથી રોકડ રૂ ૩૩,૦૨પ સાથે ઉસ્માનભાઇ સરદારભાઇ સિપાઇ, ફતાજી બીજલજી ઠાકોર રહે.ભાલ્કી તા.કડી,બળદેવભાઇ રામભાઇ રાવળ, જ્યંતિભાઇ મગનભાઇ તળપદા((કોળી)) રહે.ધરમપુર તા.કડીવાળાને ઝડપી લીધા હતા. આ અંગે બાવલુ પોલીસ મથકમાં તમામ વિરૂધ્ધ જુગારધારા અંતર્ગત ગુનો નોંધાતા તપાસ હાથ ધરાઇ છે.